દિલ્હીમાં ઓકિસજનના અભાવે ૨૫ના મોત

  • April 23, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર ગંગારામ હોસ્પિટલમાં પ્રાણવાયુ ખૂટતાં કોરોનાના દર્દીઓ તફડીને મર્યા: બીજા ૬૫ પર જોખમ: દિલ્હીમાં કોરોના બન્યો ભયંકર, ૨૪ કલાક માં ૩૦૬ મોત:દેશમાં કોરોનાવાયરસ મહામારી ભયંકર સ્વપ માં ફેલાઈ રહી છે અને ખાસ કરીને દિલ્હીની હાલત પણ હવે મહારાષ્ટ્ર્રની જેમ વધુ ગંભીર બની રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૩૦૬ દર્દીના મૃત્યુ થઈ ગયા છે. નવા કેસમાં પણ બેફામ વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ હોસ્પિટલમાં ઓકિસજન ઓછું થઈ રહ્યું છે.

 


દરમિયાનમાં સૌથી કણ ઘટના બની છે અને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં પૂરતા ઓકિસજનના અભાવથી ગંભીર એવા ૨૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે અને અપૂરતા ઓકિસજન ને લીધે બીજા ૬૫ ગંભીર દર્દીઓ પર જોખમ ઊભું થઈ ગયું છે. દિલ્હી ની હાલત દિવસે દિવસે વધુ ખતરનાક બની રહી છે.

 


દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૬ હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે. ૨૪ કલાકમાં જ ૩૦૬ દર્દીના મૃત્યુ થઈ જતા દિલ્હીમાં કુલ મૃત્યુઆકં ૧૩ ૧૯૩ થઈ ગયો છે. યારે કેસનો કુલ આકં ૯ લાખ ૫૬ હજારને પાર કરી ગયો છે. દિલ્હીની હોસ્પિટલમાં ઓકિસજન નો અભાવ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે અને સેંકડો દર્દીઓ ના જીવ જોખમમાં મુકાઇ ગયા છે.

 


સત્તાવાર અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાવાયરસ મહામારી પાછલા એક સાહથી વધુ આક્રમક બની ગઈ છે અને સંક્રમણ નો દર ૩૬.૨૪ ટકા પર પહોંચી ગયો છે અને એકિટવ કેસની સંખ્યા ૯૧ હજારને પાર કરી ગઇ છે.

 


દિલ્હી ની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે વર્તમાન સમયમાં જેટલા લોકો હોમ આઇસોલેશન માં છે એટલા કયારેય ન હતા અને પહેલા આવી હાલત ન હતી. અત્યારે દિલ્હીમાં ૪૭ હજાર દર્દીઓ હોમ આઇસોલેશન મા છે.

 


જોકે દિલ્હી ગંગારામ હોસ્પિટલમાં અતિ કણ ઘટના બની ગઈ છે અને પૂરતું ઓકિસજન નહીં મળવાને કારણે ૨૫ જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે અને બીજા ૬૫ આવા દર્દીઓ પર જોખમ ઊભું થયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS