પોલીસ ટ્રેનિંગમાં કર્યું એક અણછાજતું કામ અને ભોગવવો પડ્યો 8 કરોડનો દંડ

  • January 13, 2024 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસની તાલીમ ખૂબ જ કડક હોય છે, તાલીમાર્થીઓએ ટ્રેનર જે પણ આદેશ આપે તેનું પાલન કરવું પડે છે. પરંતુ બ્રિટનમાં ટ્રેનિંગ દરમિયાન ટ્રેનરે એક છોકરીને એવો ઓર્ડર આપ્યો કે તે પરેશાન થઈ ગઈ. તેણે તે કરવાની ના પાડી. જ્યારે ટ્રેનર સહમત ન થયો તો યુવતીએ કોર્ટમાં કેસ કર્યો. જ્યારે નિર્ણય આવ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું. ન્યાયાધીશે તેના પર ૮ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કડક સલાહ પણ આપી. હવેથી આવું ન થવું જોઈએ. 


 રિપોર્ટ અનુસાર મામલો બ્રિટનનો છે. વેસ્ટ મિડલેન્ડ પોલીસના ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર રેબેકા કલામે પણ બીજી ઘણી છોકરીઓની જેમ પોલીસમાં જોડાવાનું સપનું જોયું હતું. તેણે સખત મહેનત કરી અને એક દિવસ તેને સફળતા મળી. ૨૦૧૨માં રેબેકા પોલીસમાં જોડાઈ હતી. પરંતુ તે પછી જે થયું તે તેના માટે પરેશાન કરનારું છે. પ્રશિક્ષણ દરમિયાન તેને કઠોર પરિશ્રમ કરવો પડ્યો, તેના કપડાં પણ ફાટી ગયા હતા, આમ છતાં ટ્રેનર દ્વારા તેના અન્ડરગાર્મેન્ટ્સને લઈને વાંધાજનક ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેના કારણે તે અસ્વસ્થ થઈ ગઈ હતી. આ બાદ તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો.


રેબેકાએ કહ્યું, ૨૫૦ પુરુષોની ટીમમાં માત્ર ૭ મહિલાઓ હતી. અમે લિંગ ભેદભાવને આધિન હતા. એકવાર ટ્રેનરે તેને એવી લાત મારી અને પીઠ પર એટલો જોરથી માર માર્યો કે તેણીને હોસ્પિટલમાં લઈ જવી પડી. તે ટ્રેનર કહેતો હતો કે તમે એક મહિલા છો તમે આવા કામ ન કરી શકો. જ્યારે તેણે ફરિયાદ કરી, ત્યારે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. ૧૦ ટ્રેનર્સ સામે તપાસ શરૂ.


કોર્ટનો નિર્ણય થોડા દિવસો પછી આવ્યો. કોર્ટે પોલીસ ફોર્સ અને ટ્રેનર પર ૮,૨૦,૭૨૦ પાઉન્ડ એટલે કે ૮.૪૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ ક્રિસ્ટોફર કેમ્પે કહ્યું કે, રેબેકા સાથે માત્ર લિંગ ભેદભાવ જ નથી થયો પરંતુ તેની સાથે જે વાંધાજનક ભાષામાં વાત કરવામાં આવી તે સહન કરી શકાય નહીં. રેબેકા એક મહત્વાકાંક્ષી સ્ત્રી છે, પરંતુ આ વર્તને તેનો માર્ગ અવરોધ્યો. પોલીસે તેને એટલી અસ્વસ્થ બનાવી દીધી છે કે તેને મેડિકલી રિટાયર કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application