સુરતમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝને કોરોના ગ્રહણ નહીં, 3000 એકમોમાં 5,00,000 કારીગરો કામ કરે છે

  • April 17, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત ડાયમન્ડ એસોસિયેશન કહે છે કે 145000 કરોડ રૂપિયાના બિઝનેસને કોરોનાની તીવ્રતા અસર કરી નથી, માત્ર પાંચ ટકા કારીગરોએ શહેર છોડ્યું છે પરંતુ તે પાછા આવી જશેઅમદાવાદ પછી સુરતમાં કોરોના સંક્રમણના કેસો વિક્રમી ગતિએ વધી રહ્યાં છે છતાં આ કેસોની અસર સુરતના ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ પર પડી   નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સુરત ડાયમન્ડ એસોસિયેશન કહે છે કે હાલની સ્થિતિએ સુરતમાં 3000થી વધુ નાના-મોટાં   ડાયમન્ડ કટીંગ અને પોલિશિંગના યુનિટમાં પાંચ લાખ કરતાં વધુ કારીગરો કામ કરી રહ્યાં છે.

 


ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યા પછી સુરત ખાલી થઇ ગયું હતું. ડાયમન્ડના પરપ્રાંતિય કારીગરોએ શહેરમાંથી ઉચાળા ભરી લીધા   હતા. જો કે તે સમયે માલિકોએ તેમના યુનિટ બંધ કરતાં કારીગરો બેકાર બની ગયા હતા અને તેમની પાસે રોજગારીનો કોઇ વિકલ્પ હતો   નહીં.

 


આ વખતે કોરોના સંક્રમણના બીજા તબક્કામાં હજી સુધી ડાયમન્ડના વ્યાપારને કોઇ અસર થઇ નથી તેવું સુરત ડાયમન્ડ એસોસિયેશનના   પ્રમુખ નાનુ વેકરિયાનું કહેવું છે. તેમણે કહ્યું છે કે સુરતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે પણ 3000થી વધુ એકમોમાં કામ ચાલુ   રહ્યું છે.

 


તેમણે કહ્યું હતું કે મોટાભાગના કારીગરો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી સ્થળાંતર કરીને સુરત આવ્યા છે. માત્ર 10 ટકા કારીગરો   ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના છે. હયાત કારીગરો પૈકી માત્ર પાંચ ટકા શ્રમિકો તેમના વતનના જિલ્લામાં ગયા છે જે મોટાભાગે લગ્ન   અને સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપવા ગયા હતા. કેટલાક કોરોનાના ડરના કારણે વતન જતા રહ્યાં છે.

 


પ્રમુખે કહ્યું છે કે હાલમાં સુરતમાં પોલિશિંગ એકમો કાર્યરત છે. કામદારોની નાની સંખ્યા ગેરહાજર છ પરંતુ પરિસ્થિતિ સુધરશે ત્યારે તેઓ   પાછા આવી જશે. કોરોના સંક્રમણની અસર ડાયમન્ડ ઉદ્યોગને થઇ નથી, કારણ કે સરકારે લોકડાઉન જાહેર કર્યું નથી.

 


બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે સુરતના હીરા ઉદ્યોગનું   ટર્નઓવર 145000 કરોડ રૂપિયા છે. તેઓ પણ કહે છે કે સુરતનો આ ઉદ્યોગ અસરગ્રસ્ત નથી કેમ કે એકમોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું   પાલન થાય છે. વાયરસની તીવ્રતા વધી હોવા છતાં આ વર્ષે ખૂબ ઓછા કારીગરો શહેર છોડીને ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS