આપણે મક્કમ ન થયા તો કોરોના દુનિયા પર હાવી થઈ જશે....

  • April 07, 2020 09:32 AM 240 views

 

અભિનેત્રી–નિર્માતા દિયા મિર્ઝાએ અનેક હસ્તીઓ અને ઉધોગપતિઓ સાથે કોવિડ–૧૯ના પ્રકોપ અંગે ચિંતા વ્યકત કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે કોરોનાને હરાવવો હોય તો તમામ લોકોએ એક થઈને જ લડવું પડશે અન્યથા આ મહામારી દુનિયા ઉપર હાવી થઈ જશે.

 

દિયાએ કહ્યું કે કોવિડ–૧૯ને હરાવવા માટે નાણશકીય અને અન્ય સહાયતા સંબંધમાં એક વૈશ્વિક ઝુંબેશની જરૂરિયાત છે. કોવિડ–૧૯ વાયરસ ભૌગોલિક સીમાઓ પર છે. આ પ્રકૃતિનો એક સંદેશ છે. પારિસ્થિતિક સંતુલનની રક્ષા, સુરક્ષા, પુન:સ્થાપના માટે જાગૃત થઈને તમામ લોકોએ એક સાથે કામ કરવાનું આ આહવાન છે કેમ કે આપણું સ્વાસ્થ્ય પર્યાવરણના સ્વાસ્થ્ય પર નિર્ધારિત હોય છે. આ એકજૂથતા, એકતા, માનવતા માટે એક વાયરસ વિરુદ્ધ લડાના કારણે થનારું નુકસાન અને અસમાનતાઓના ઉકેલ તેમજ તેમાંથી બહાર આવવા માટે એક સાથે મળીને કામ કરવાનો સમય છે. તેમણે કહ્યું કે લોકોએ સામૂહિક રીતે પડકારનો સ્વીકાર કરીને લડવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application