રાજકોટમાં કલમ 144ના નામે ધૂળેટી ઉપર પ્રતિબંધ આવશે

  • March 19, 2021 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા જતાં કેસ બાદ હવે તંત્રને બ્રહ્મજ્ઞાન જાગ્યું તહેવારોની ઉજવણી ઉપર પોલીસ હવે કડક બનશે

 


ચૂંટણી દરમિયાન બેફામ છૂટછાટ બાદ હવે કોરોનાનું સંક્રમણ વધી જતાં તંત્રને બ્રહ્મજ્ઞાન જાગ્યું છે અને આગામી દિવસોમાં પોલીસ દ્વારા લાગુ કરવામાં આવેલ કલમ 144ના નામે ધૂળેટી ઉપર પ્રતિબંધ લાવવાની તૈયારીઓ કરી છે અને ધૂળેટી ઉપર ચારથી વધુ લોકો ભેગા ન થાય તે માટે પોલીસ હવે કડક બનીને કાર્યવાહી કરશે તેવું ચચર્ઇિ રહ્યું છે.

 


મહાનગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોલીસ અધિકારીઓ અને સરકારી તંત્ર મૌન બનીને બેઠું રહ્યું હોય અને હવે ચૂંટણી બાદ કોરોનાએ કેર વતર્વિવાનું શ કર્યું હોય જેથી આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ તંત્રએ શ કરી દીધી છે. ચૂંટણી વખતે પણ પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ થયો નથી. જાહેરનામા મુજબ 144ની કલમ લાગુ હોય જેથી સભા-સરઘસ ઉ5ર અને ચાર વ્યક્તિઓએ ભેગા થવા ઉપર  પ્રતિબંધ હોવા છતાં તંત્રએ ચૂંટણી બાદની વિજયની ઉજવણીને ધ્યાને લીધી નથી અને હવે જયારે ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે 144ની કલમ લાગુ છે તેવું બ્રહ્મજ્ઞાન જાગ્યું છે અને આગામી હોળી-ધૂળેટીના તહેવારો ઉપર 144ની કલમનો કડક અમલ કરાવવા નિર્દેશ આપી રહ્યા છે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ વડોદરા ખાતેની મુલાકાતમાં પત્રકાર પરિષદમાં ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આથી લોકોને ઉજવણી કરવા ભેગા નહીં થવા જણાવ્યું છે.

 

 

પ્રતિબંધ બાબતે રાજકોટ પોલીસ કમિશનરનો કોઇ પ્રત્યુતર નહીં
વડોદરામાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ હોળી અને ધૂળેટીની ઉજવણીને લઇને પત્રકારો સાથેની વાતચીતમાં મહત્વની જાહેરાત કરી હતી અને હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદમાં કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઇ રહ્ય છે તેવું જણાવી નાગરિકો રિલેકસ થતાં ફરીથી કોરોનાના કેસ વધ્યા છે તેવી વાત કહી હતી. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો સંપર્ક કરતા તેમનો ફોન સતત નો રીપ્લાય મળ્યો હતો અને આ બાબતે તેમને એસએમએસ દ્વારા પણ પુછવામાં આવતા તેમનો કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી આથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે રાજકોટ શહેરની જનતાની સુરક્ષાની જવાબદારી જેના શીરે છે તેવા પોલીસ કમિશનર જ આ બાબતે ગંભીર નહીં હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)