ધોરાજી ભૂલકાંઓએ રાખ્યું હરણી રોજુ, કોરોના નાબૂદી માટે દુઆ

  • May 22, 2020 12:18 PM 384 views

ધોરાજી માં લોક ડાઉન વચે પણ મુસ્લિમો કાયદા ના પાલન સાથે રમજાન ની ઉજવણી કરી રહ્યા છે.મસ્જિદ બંધ છે ત્યારે મુસ્લિમો સોશિયલ  ડિસ્ટન્સ જાળવી અને નમાજ અદા કરી રહ્યા છે મુસ્લિમો નું પવિત્ર માસ રમજાન અંતિમ ચરણો માં છે.મુસ્લિમો અલ્લાહ ની બંદગી માં લીન બન્યા છે અને નમાઝ રોજા અને જરૂરિયાત મંદ લોકો ને દાન પુન કરી અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે.ખાસ કરી અને રમજાન માસ માં ૨૭ માં રોજા નું મહત્વ ખુબજ અનેરું છે આ રોજો હિન્દુ ધર્મ ના લોકો પણ રાખતા હોઈ છે અને આ રોજા ને હરણી રોજો કેવામાં આવે છે આજ નો રોજો હરણી પણ રાખતી હોઈ છે અને ધોરાજી ના નાના નાના ભૂલકાઓ એ પણ આ પવિત્ર માસ માં હરણી રોજો રાખ્યું હતું અને ભારત દેશ માંથી કોરોના જેવી મહા મારી વારો વાયરસ દૂર થાય દેશ માં ભાઈચારો અમન શાંતિ જળવાઈ રહે માટે દુઆ કરવામાં આવેલ હતી નાના નાના ભૂલકાં ઓ એ પણ સતત ૧૫ કલાક સુધી અન્ન જળ નો ત્યાગ કર્યો હતો અને રોજો રાખી અલ્લાહ ની બંદગી કરી હતી અને આવતી કાલે રમજાન નો અંતિમ શુક્રવાર છે અને જેને જૂમતુલ વિદા કેહવામ આવે છે અને આ વર્ષ ૩૦ રોજા થવા ની સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application