દાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ

  • April 16, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટ યાર્ડમાં કોરોના વિસ્ફોટ થતાં અનિશ્ર્ચિત મુદત સુધીનું સ્વયંભુ લોકડાઉન અમલી કરાયું છે. યાર્ડ બાદ દાણાપીઠ બજારમાં પણ 25થી વધુ કેસ મળતા ગઈકાલે મળેલી વેપારીઓની બેઠકમાં સપ્તાહમાં ત્રણ દિવસ શુક્ર-શનિ-રવિ સ્વયંભુ લોકડાઉન રાખવા અને સોમથી ગુ સવારે 8થી બપોરે 3 સુધી જ બજારો ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે. રાજકોટ દાણાપીઠ બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ બિપ્નિભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે, દાણાપીઠ બજારમાં કોરોનાના કેસ વધવા લાગતા ગઈકાલે તાકિદની બેઠક બોલાવી શુક્ર-શનિ-રવિ સંપૂર્ણ બંધ રાખવા અને સોમથી ગુ દરમિયાન સવારે 8થી બપોરે 3 સુધી જ દુકાનો ખુલી રાખવા 250 વેપારીઓએ નિર્ણય કર્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડ અને દાણાપીઠ બજાર બંધ થતા શહેરીજનો ફરી લોકડાઉન આવશે તેવી ભીતિથી અનાજ-કરિયાણાની ખરીદી કરવા ઉમટી પડયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS