સુશાંતના નિધનના સમાચાર સાંભળી ધોની પણ ભાંગી પડ્યા,  તેના મેનેજરે જણાવી આ વાત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું ફિલ્મી પડદા પર પાત્ર ભજવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાન્દ્રા સ્થિત આવેલા ઘરમાં ફાંસી લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. આ ખબર સાંભળી મહેન્દ્રસિંહ ધોની ખૂબ જ વ્યથિત તથા ઉદાસ થઈ ગયા હતા, તેમ જ ભાંગી ગયા હતા. મહેન્દ્રસિંહ ધોનીના મેનેજર અરુણ પાંડે એ આ બાબતની પુષ્ટિ કરી છે.

 

મહેન્દ્રસિંહ ધોનીના બિઝનેસ મેનેજર અરુણ પાંડેએ  એક ખાનગી ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ધોની ખૂબ જ ઉદાસ છે. આપણે વિશ્વાસ પણ નથી કરી શકતા કે આ ઘટના બની ચૂકી છે. હું પોતાનું દુઃખ પણ જણાવી શકવાની સ્થિતિમાં નથી ત્યાર આ ઘટનાથી માહી પણ ખૂબ જ દુઃખી છે, તેમજ આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે.

 

ભલે ધોની તરફથી કોઈ રીએક્શન ના આવ્યા  હોય પરંતુ તેના નજીકના મિત્ર અરુણ પાંડેએ આ જાણકારી આપી હતી. અરુણ પાંડેએ જણાવ્યું હતું કે સુશાંત માત્ર 34 વર્ષના હતા અને મને એ બાબતમાં કોઈ શંકા ન હતી કે તેઓ ખૂબ જ સફળ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા હતા, દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે.

 

અરુણ પાંડેએ જણાવ્યું હતું કે ધોનીની ફિલ્મના શુટિંગ માટે સુશાંત પૂર્વ ક્રિકેટર કિરણ મોરેની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરતા હતા. કિરણ મોરે સુશાંતને શીખવતા હતા કે કઈ રીતે રમીશે તો  ધોનીની ભૂમિકા વધારે સરસ રીતે નિભાવી શકે.

 

ધોનીના બિઝનેસ પાર્ટનર અરુણ પાંડેએ જણાવ્યું હતું કે મને યાદ છે કે સુશાંતને પ્રેક્ટિસ દરમિયાન સાઈડમાં ફરવામાં તકલીફ થતી હતી. તેની  કરોડરજ્જુમાં તિરાડ પણ હતી, પરંતુ સુશાંતે ઘણી મહેનત કરી અને 15 દિવસમાં સાજા થઈ ગયા. સુશાંતની ધગશ  જોઈ અને માહી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

એ જણાવી દઈએ કે કેપ્ટન કૂલ ધોનીની જિંદગી પર આધારિત ફિલ્મ "એમ.એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી" 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે સુશાંતને જબરજસ્ત ઓળખ અપાવી હતી. તેમજ તેને ફિલ્મી પડદા પરના ધોની તરીકે ઓળખવામાં આવતા હતા.

 

સુશાંતસિંહ રાજપૂતના અકાળે અવસાનથી સમગ્ર રમત જગત શોકમય બન્યું  હતું. તેમની  આત્મહત્યાની ખબર સાંભળી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, સહિત રમત જગત સાથે જોડાયેલા પૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો હતો.

 

પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ જણાવ્યું હતું કે સુશાંતની બેટિંગ જોઈને સચિન તેંડુલકર પણ અચરજ પામ્યા હતા. સચિને જણાવ્યું હતું કે આ છોકરો કોણ છે ? સરસ બેટિંગ કરી રહ્યો છે. મેં જ્યારે જણાવ્યું કે આ અભિનેતા સુશાંત છે, જે ધોનીના બાયોપિક માટે તૈયારી કરી રહ્યા છે. આ સાંભળી અને સચિન અચરજમાં મુકાયા હતા તેમણે કહ્યું હતું કે આ તો પ્રોફેશનલ ક્રિકેટ પણ રમી શકે તેમ છે, એટલું સારું પરફોર્મન્સ છે.

 

મોરેના જણાવ્યા પ્રમાણે સુશાંત ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા, ધોનીનો રોલ પ્લે કરવા માગતા હતા, આ દરમિયાન તેમનું વિઝન એકદમ સ્પષ્ટ હતું કે બોલ ને માત્ર ક્રિકેટરની નજરથી નહીં પરંતુ ધોનીની જેમ હિટ કરવાની છે. સુશાંત આવું કરવામાં સફળ પણ થયા હતા અને પોતાની શાનદાર એક્ટિંગના દમ પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત છવાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS