સાધુથી સીધો રોકસ્ટાર બન્યો ધોની, IPLની શરૂઆત પહેલા માહીનો નવો લુક થયો વાયરલ 

  • August 20, 2021 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત લીધી તેને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ધોની હવે માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોમાં જ રમતો જોવા મળે છે. તે 19 સપ્ટેમ્બરથી શરૂ થતા IPL-14 ના બીજા તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે, પરંતુ તે પહેલા તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

ચાહકોએ કદાચ તેને પહેલા ક્યારેય આવા લુકમાં જોયો ન હોય. સ્ટાર સ્પોર્ટસે ચાહકોને ધોનીના આ નવા લુકની ઝલક આપી છે. મહેન્દ્ર સિંહ ધોનીના રોકસ્ટાર લુકનો ફોટો પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરતા સ્ટાર સ્પોર્ટ્સે લખ્યું, 'મહેન્દ્ર સિંહ ધોની IPL 2021 પહેલા કંઈક નવું કરવાની તૈયારી કરી રહ્યો છે.'

 

IPL સાથે સ્ટાર સ્પોર્ટ્સ હંમેશા જોડાયેલું રહ્યું છે. તેણે IPL 14 ની શરૂઆતમાં ધોનીને બૌદ્ધ સાધુ તરીકે બતાવ્યો હતો. ધોનીનો બૌદ્ધ સાધુનો લુક જોઈ તેના ચાહકો ખુબ ખુશ થયા હતા અને આ સાથે ધોનીની એક્ટિંગના પણ વખાણ કર્યા હતા.

 

ધોની જાહેરાતમાં વિરાટ કોહલીનું ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, 'ગુસ્સે થવું ઠીક છે. જો તેનાથી તમને સફળતા મળતી હોય તો. બીજી એક જાહેરાતમાં માહી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લોભી કહેતો જોવા મળ્યો હતો. ધોનીએ બાળકોને રોહિત શર્માની વાર્તા સંભળાવી. તે કહે છે, 'આજનો વિષય છે લોભ આ વાર્તા છે હિટમેન રોહિતની.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS