વેલેન્ટાઈન્સ–ડેના દિવસે ૮૪ વર્ષના ધર્મેન્દ્ર કરશે આ નવું કામ

  • February 14, 2020 11:14 AM 29 views

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે આ વર્ષનો વેલેન્ટાઈન્સ ડે ખાસ છે. આ દિવસે ધર્મેન્દ્ર પોતાના ફેન્સને નવું નજરાણું આપવા જઈ રહ્યા છે. ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ ખુશખબર ફેન્સ સાથે વહેંચી છે. ધર્મેન્દ્ર નવી રેસ્ટોરાં શ કરવા જઈ રહ્યા છે. આ ખબર મળતાં જ ફેન્સે ધર્મેન્દ્ર પર શુભેચ્છાઓનો વરસાદ કર્યેા.

Dear friends,after the success of my restaurant “ Garam Dharam Dhaba”now l’m announcing a first ever Farm to Fork restaurant called “ He Man”, friends, I truly appreciate your love,respect and belonging towards me . Love you all...Your Dharam. pic.twitter.com/RGNA5WoV1Q

— Dharmendra Deol (@aapkadharam) February 12, 2020

ધર્મેન્દ્રએ ટ્વીટર તેમજ ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાની તસવીર સાથેની પોસ્ટ મૂકીને જણાવ્યું કે, તેઓ કરનાલ હાઈવે પર ૧૪ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૩૦ કલાકે નવી રેસ્ટોરાં શ કરવા જઈ રહ્યા છે. આ રેસ્ટોરાંનું નામ હિ–મેન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં ધર્મેન્દ્ર હી–મેન તરીકે ઓળખાય છે. તસવીર શેર કરતાં ધર્મેન્દ્રએ લખ્યું, વહાલા મિત્રો, ગરમ ધરમ ઢાબાની સફળતા બાદ હવે નવી રેસ્ટોરાં હી–મેન શરી કરવા જઈ રહ્યો છું. ખેતરથી સીધું તમારી થાળીમાં ખાવાનું પીરસાશે. તમારા પ્રત્યેનો મારો પ્રેમ, આદર સમજું છું અને તેની પ્રશંસા કરું છું. તમારો ધરમ.

 

ધર્મેન્દ્રએ આ પોસ્ટ મૂકતાં જ ફેન્સે તમને અભિનંદન પાઠવવાના શ કરી દીધા. જો કે, ધર્મેન્દ્રની આ રેસ્ટોરાંમાં શું મેનૂ હશે તેની જાણકારી હજી સામે આવી નથી. પરંતુ દિલ્હી અને તેની આસપાસ રહેતા લોકો માટે આ સ્થળ ખાવાપીવાની સારી જગ્યા બનશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, ૮૪ વર્ષના ધર્મેન્દ્ર હાલ ફિલ્મોથી દૂર છે. તેઓ કયારેક કયારેક જ પેરી પડદે જોવા મળે છે. હાલ તો તેઓ પોતાના ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડીને ઓર્ગેનિક ખેતી કરે છે. જેના વિડીયો અને તસવીરો તેઓ સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં રહે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application