ધારીની ૧૦૮ સેવાએ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી માતા-બાળકને નવજીવન આપ્યું

  • May 12, 2021 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦૮ સેવા કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં નવજાત બાળક અને માતા માટે આશીર્વાદ ‚પ બન્યું છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી ૧૦૮ સેવા કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં સફળ કામગીરી કરેલ છે.


આજરોજ ધારી લોકેશનની ૧૦૮ને બપોરના ૩.૪૮એ એક ખાનગી હોસ્પિટલમાંથી પ્રસુતિનો રીફર કેસ મળેલ. કેસ મળતા જ ઈએમટી શિલ્પાબેન ડોડિયા અને પાઈલોટ પ્રવીણભાઈ ખડક ગણતરીની મિનિટમાં ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને માતાની તપાસ કરતા માલુમ પડેલ કે સાતમા મહિને જ પ્રસુતિનો દુખાવો શરૂ થયેલ અને ત્યારબાદ તરત એમ્બ્યુલન્સમાં ખસેડતા રસ્તામાં જ પ્રસુતિનો દુખાવો વધતા ૧૦૮મા જ પ્રસુતિ કરાવવી પડે એમ હોય પણ બાળક ઉલટુ હતું ૧૦૮ના કોલ સેન્ટરમાં બેસતા ડોકટર મહેતાની સલાહ મુજબ ઈએમટી શિલ્પાબેન દ્વારા રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવેલ. સાતમા મહિને જ પ્રસુતિ થયેલ હોવાથી બાળકનો જન્મ થયા બાદ રડતું ના હતું જેથી ૧૦૮ના ઈએમટી શિલ્પાબેન દ્વારા બાળકને કૃત્રિમ શ્ર્વાસ તથા સીપીઆર આપી પુન જીવિત કરેલ, પણ માતાને અધુરા મહિને પ્રસુતિ થતા ખુબ બ્લીડિંગ થતું હોવાથી શોકમાં ગયેલ જેને જ‚ર જણાતા રસ્તામાં જ જ‚રી દવાઓ તથા પોઈન્ટ આપેલ. આમ ધારીની ૧૦૮ દ્વારા ધારીથી અમરેલી સુધીના ૪૫ કિલોમીટરના અંતરમાં બે જીવોને નવું જીવન આપવામાં આવે અને અમરેલી પહોંચતા માતા અને નવજાત બાળક બન્નેની તબિયતમાં સુધારો આવેલ. આ સમયે માતાના પરિવાર દ્વારા ૧૦૮ની ટીમનો આભાર માનવામાં આવેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application