ટોક્યો ઓલિમ્પિકથી વતન પરત આવેલી ખેલાડીના ભવ્ય સ્વાગતમાં ન દેખાણી બહેન, ઘરે જઈને મળ્યા તેના મોતન સમાચાર 

  • August 09, 2021 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિક ગઈ કાલે સમાપ્ત થઈ ગઈ, અને ભારતીય ખેલાડીઓએ પણ સ્વદેશ પરત ફરી રહ્યા છે.  ભારતીય રમતવીરો સુભા વેંકટેસન અને ધનલક્ષ્મી સેકર પણ ટોક્યો ઓલિમ્પિકમાંથી ઘરે આવ્યા છે. તે તમિલનાડુના તિરુચી પહોંચી હતી. જ્યાં બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત દરમિયાન ભારતીય ખેલાડી ધનલક્ષ્મી નીચે બેસીને રડવા લાગી.

 

ધનલક્ષ્મીને ઘરે પરત ફર્યા પછી તેને તેની બહેનના મૃત્યુના સમાચાર મળ્યા. જ્યારે ધનલક્ષ્મી ટોક્યોમાં હતી, તે દરમિયાન તેની બહેનનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું. પરંતુ ધનલક્ષ્મીની રમત પર કોઈ અસર ના થાય એટલા માટે પરિવારના સભ્યોએ તેને આ અંગે જાણ કરી ન હતી. 

 

બહેને ઘણો સપોર્ટ કર્યો હતો 

 

ધનલક્ષ્મી 4×400 મીટર મિશ્ર રિલે ટીમની ખેલાડી હતી. તેણે આ વર્ષે પટિયાલામાં ટ્રાયલ દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને અનામત કોટામાંથી જગ્યા મેળવી છે. ધનલક્ષ્મી ટોક્યો ઓલિમ્પિકમાંથી ઘરે પરત ફરી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધનલક્ષ્મી તેની બહેનના મોતના સમાચાર સાંભળીને એટલી ભાંગી પડી હતી કે તે ઘૂંટણ ટેકવીને નીચે બેસીને રડવા લાગી હતી. ધનલક્ષ્મીને ઓલિમ્પિક સુધી પોંહચાડવામાં તેમની બહેનની મોટી ભૂમિકા હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS