દેવશયની એકાદશી : જાણો ચાર મહિના ક્યા શુભ કાર્યો રહેશે બંધ

  • July 20, 2021 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દેવશયની એકાદશીથી આગામી ચાર મહિના સુધી ભગવાન શ્રી વિષ્ણુ યોગનિંદ્રામાં જતા રહે છે. આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો વર્જિત રહે છે. આ સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ દરમિયાન તપસ્વીઓનું ભ્રમણ પણ બંધ રહે છે. ચાતુર્માસમાં માત્ર વ્રજયાત્રા જ કરવામાં આવે છે. 

 

 

અષાઢ શુક્લ એકાદશીના રોજ દેવશયની એકાદશી મનાવવામાં આવે છે. આવતીકાલે આ પુણ્યતિથી છે. 20 જુલાઈથી 13 નવેમ્બર સુધી તમામ શુભ કર્યો બંધ રહે છે. 

 

 

ભગવાન વિષ્ણુ એ તેજ તત્વના દેવતા છે. તેમના યોગનિંદ્રામાં જવાથી સૂર્ય, ચંદ્ર, પ્રકૃતિનું તેજ પણ ઘટી જાય છે. શુભ કાંતિ અને શક્તિઓ કમજોર થઇ જવાથી શુભ કાર્યોનું ફળ સારું મળતું નથી. અને શુભ કાર્યોમાં બધા આવે છે. માટે જ તે વર્જિત ગણાય છે. 

 

 

ભગવાન વિષ્ણુ આ સમય દરમિયાન સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવને સોંપી દે છે. ચાર મહિના પછી દેવોત્થાન એકાદશીના રોજ કાર્તિક માસ શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી પરત ફરે છે. અને ત્યારે ફરીથી તમામ શુભ કાર્યો શરુ થાય છે. 

 

 

દેવશયની એકાદશી પર પૂજા કેવી રીતે કરવી ?

 

 

આ દિવસે રાત્રે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા થાય છે. ભગવાન વિષ્ણુને પીળી વસ્તુ, પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. પછી મંત્રોચાર કરીને, આરતી ઉતારો. આરતી પછી નીચે આપેલા મંત્રનો જપ કરવો જોઈએ. 

 

 

મંત્ર - ' સુપ્તે ત્વયી જગન્નાથ જામત્સુપતં ભવેદિદમ, વિબુદ્ધે ત્વયિ બુદ્ધ્મ ચ જગત્સર્વ ચરાચરમ. '

 

 

દેવશયની એકાદશી પૂજા અને મુહુર્ત -

 

 

દેવશયની એકાદશીનો પ્રારંભ 19 જુલાઈથી રાતે 09: 59 થી લઈને 20 ઓગસ્ટ સાંજે 07: 17 સુધી રહેશે. પરંતુ ઉદયા તિથી હોવાને લીધે, વ્રત આજે અને કાલે રાખી શકાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application