વિધાનસભા તરફ કૂચ કરતા જીજ્ઞેશ મેવાણી સહિત 200ની અટકાયત

  • March 23, 2021 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગરના ધોધાના દલિત આગેવાનના હત્યા કાંડના મુદ્દે પીએસઆઇ સોલંકી ની ધરપકડ કરવાની લઈને આજે ન્યાયની માગણી સાથે સચિવાલય ની સામે ધરણા કર્યાહતા બાદ વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત સાથે કૂચ કરતાં તેમની સાથેના 200થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

 


વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી આજે સવારથી સચિવાલયના ગેટ નંબર એક પણ મોટાપાયે પોલીસ ખડકી દેવામાં આવી હતી આ ધરપકડ પૂર્વે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દલિતોની વેદનાને વાચા આપવા ધરણા કરવામાં આવ્યા છે .અમરાભાઇ બોરીચા ના પરિવારને ન્યાય મળે,ઉનાના પીડિતોને 15 વર્ષથી પણ ન્યાય મળ્યો નથી, થાનગઢમાં દલિતો અને હજુ સુધી ક્યાંય નથી રાજ્યના ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કેસની તપાસ કરવામાં આવતી નથી એવી વેધક  સવાલ પણ કર્યા હતા.

 


અમરાભાઇ બોરીચા ઉપર 13 વખત હુમલા કરવામાં આવ્યા હતા બાદમાં 14મા  હુમલા તેમનું ખૂન થયું હતું. પીએસઆઇ સોલંકી દ્વારા હત્યારાઓની ધરપકડ કરવામાં આવી નથી આ મામલે પોલીસે દલિત યુવાનનો અટકાવવામાં આવ્યા છે રાપર ભચાઉ અમરેલી રાજકોટ ઉના થી આવતા દલિતોને અટકાવવામાં આવ્યા છે આટલી પોલીસને કામે લગાડ્યું હોત તો દલિતો ના એક પણ કેસ થયા ન હોત.

 


અમરાભાઇ બોરીચા ના હત્યારાને પકડવા માટે ગૃહ રાજ્ય મંત્રીના અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે વિધાનસભા ફ્લોર પર પણ જવાબ માંગવામાં આવ્યા છે આ બધા વચ્ચે વધુ ચાર લોકોની હત્યા થશે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી જેમાં રાપરના અનિલ વિજુડા બોટાદના શિક્ષક કીર્તિ ચાવડા કિરણ પરમાર અને કોડીનારના મહેશ મકવાણા પર જાનનું જોખમ હોવાનું જણાવ્યું છે.

 


અમરાભાઇ બોરીચાની હત્યાને 22 દિવસ થઇ ચૂક્યા છે હજુ સુધી કોઈ પરિણામ નથી દલિતોને ફાળવવામાં આવેલી જમીન નો આજ સુધી કબજો મળ્યો નથી પાટણના ભાનુભાઈ ના આત્મવિલોપ્ન કેસમાં હજુ સુધી ન્યાય મળ્યો નથી થાનગઢના દલિતોને ન્યાય મળ્યો નથી ઉનાના પીડિતોને કોઈ જવાબ આપતો નથી જોર જુલમ સામે સંઘર્ષ એ અમારો નારો છે. ન્યાયની પ્રક્રિયા લોકોને થકવી દે તેવી છે થાનગઢ નો રિપોર્ટ આજના દિવસ સુધી આવ્યો નથી એવા સંજોગો વચ્ચે દલિતોને ન્યાય અપાવો એક અમારો નિધર્રિ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application