ગીર સોમનાથ અને ઉનામાં તાઉતેની તારાજી, નાળિયેરી પડવાના કારણે બે લોકોના મૃત્યુ

  • May 18, 2021 10:46 AM 

વાવાઝોડાના કારણે ગીર સોમનાથ  અને ઉનામાં ભારે તારાજીના દૃશ્યો આવ્યા સામે છે. ઉનામાં ભારે પવન ફુંકાયા બાદ ઠેરઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના અંજાર ગામે ભારે મચી તબાહી મચી હતી. જ્યારે બે વ્યક્તિઓના મોતના પણ સમાચાર મળી રહ્યા છે. 

 

ઉનામાં નાળિયેરી પડવાના કારણે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના રાત્રે બની હતી. વહેલી સવારે ગ્રામજનોને આ વાતની જાણ થઈ હતી. અહીં નાળિયેરી અને કેરીના વૃક્ષો થયા ધરાશાયી થયા હતા જેના કારણે ભારે નુકસાની થઈ છે. 

 

આ સિવાય ઉનામાં પણ ઠેર ઠેર વૃક્ષો ધરાયાશી થયેલા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ પાર્ક કરેલા વાહનો પર દુકાનોનો કાટમાળ પડતા નુકસાની જોવા મળી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS