ધારાસભ્યએ ઘ્યાન દોરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નહીં

  • July 05, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્રારા વારંવાર રજુઆતો કરવા છતા પણ તંત્ર ઊંઘતુ રહ્યુ. તંત્રની ધોર બેદરકારીના કારણે સરકારી ગોડાઉનમાં ઘાસના ખુબ જ મોટા જથ્થાની નુકશાની


જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા વારંવાર કલેકટર અને મુખ્યમંત્રી ને લેખિતમાં રજૂબાન કરવામાં આવી હતી કે કામજોધપુર તાલુકાના પીપરટોડા, સડોદર અને પાડેશ્વર પાસે આવેલા ઘાસ ગોડાઉન માં ખુલ્લામાં પડી રહેલા ઘાસના જથ્થાનું જો ચોમાસા પહેલા માલધારી-ખેડૂતોને વિતરણ કરવામાં આવે તો ઘાસનો જથ્થો બગડતો અટકાવી શકાય અને પશુધન સાચવી શકાય.


પરંતુ તંત્રની બેદરકારી અને અણઘડ નીતિ ના કારણે ઉપરોક્ત ગોડાઉન માં ઘાસનું વિતરણ કરવામાં આવ્યું ન હતુ. જેના લીધે ચોમાસાના વરસાદ દરમ્યાન ઘાસનો સંપૂર્ણ જથ્થો સળી જવા પામ્યો છે. તંત્ર દ્રાસ ઘાસનું વિતરણ તો ના કરાયું પણ ખુલ્લામાં પડેલા જથ્થાને યોગ્ય જગ્યાએ રાખવામાં પણ ના આવ્યો. જેનું પરિણામ આપણી સમક્ષ છે. માલધારીઓના પશુઓ ઘાસ માટે ટળવળતા રહ્યા અને તંત્ર ધોર નિંદ્રામાં ઊંઘતુ રહ્યું. જો તંત્ર દ્વારા ઉપરોક્ત મુદ્દાની ગંભીરતા સમજીને યોગ્ય સમયે ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હોત તો ઘાસના જથ્થાનો બગાડ અટકાવી શકાત.


 થોડા સમય પહેલા થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોના પાકની સાથે સાથે ચારો પણ બગડી ગયો હતો. ત્યારે હમેશા ખેડૂતોની ચિંતા કરતા ધારાસભ્ય દ્વારા તરત જ ખેડૂતોને સહાયરૂપે ઉપરોક્ત ઘાસના જથ્થાના વિતરણ માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જો તે સમયે હકારાત્મક નિર્ણય લઇ ઘાસનું વિતરણ કરાયું હોત તો આ પરિસ્થિતિ નું નિર્માણ થયું ના હોત. સરકારી તંત્રના અણઘડ વહીવટનું આનાથી વિશેષ ઉદાહરણ શું હોઈ શકે ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application