સુરત APMC માર્કેટ ખાતે પાસ લેવા ફેરિયાઓનો જમાવડો, સંચાલકો ગાયબ થયા, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન..

  • April 05, 2020 03:01 PM 576 views

સુરત એપીએમસી માર્કેટ ખાતે ફરિયાઓનો જમાવડો થયો હતો. મોટી સંખ્યામાં ફેરિયાઓએપીએમસી પહોંચ્યાં હતાં. પાસ લેવા માટે ફેરિયાઓને બોલાવીસંચાલકો ગાયબ થઈ ગયાં હતાં. દરમિયાન પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. જોકે, ફેરિયાઓના જમાવડાના કારણે સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન નજરે પડ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
એપીએમસી માર્ટે ખાતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પાસ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય કરાયો છે. ગત રોજ ટેમ્પો ચાલકોને પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, દરમિયાન આજે ફેરિયાઓને પાસ લેવા માટે 9 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. જોકે, સંચાલકો ન આવતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાવાના બદલે ટોળે ટોળા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે એપીએમસી માકર્ટે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે, ફેરિયાઓએ પાસ સિસ્ટમ બંધ કરવાની માંગ પણ કરી હતી. જોકે, હાલ એપીએમસી માર્કેટના સંચાલકો દ્વારા હવે ફેરિયાઓને ક્યારે પાસ અપાશે તે અંગે કોઈ ફેરિયાઓને માહિતી આપી નથી.


એપીએમસી માર્કેટ ફેરિયાનેઅંદર ટેમ્પો લઇને આવવા માટે પાસ ફરજીયાત કરાતા તમામ ટેમ્પો ચાલક પાસ લેવા માટે દોડી આવ્યા હતા. એપીએમસી મારકેટ ઓફિસમાંથી પાસ ઇશ્યુ કરાતા હોવાથી કાર્યાલયથી લઇને છેક મેઇનરોડ સુધી લાંબી કતાર હતી.લગભગ 800થી વધારે ટેમ્પો ચાલકની કતાર જોવા મળી હતી. દરવાજાની બહાર પોલીસની મોટી ટીમ હતી છતા પણ એકબીજા માણસ વચ્ચે જરા પણ અંતર રખાયુ નહતું. જોકે, ભીડ એવી હતી કે, પોલીસ જવાનો માટે કંટ્રોલ કરવું અશક્ય લાગતું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application