શ્રદ્ધાળુઓનો દ્વારકામાં જમાવડો

  • October 28, 2020 11:34 AM 
  • ‘જય કનૈયાલાલ’ના નાદ સાથે શ્રદ્ધાળુઓનો દ્વારકામાં જમાવડો
  • ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ દ્વારકા જગત મંદિર તરફ પહોંચયા

દરવર્ષે  ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓનું ઘોડાપૂર દ્વારકા તરફ આવે છે. ત્યારે ચાલીને આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ અનેક જગ્યાએ સેવા કેમ્પો પણ કરવામાં આવે છે. ત્યારે પદયાત્રીઓ  આજે દ્વારકામાં ઉમટ્તા દ્વારકા આવતા તમામ માર્ગો પર સેવાકીય કૅમ્પો નાં સેવાભાવીઓ દ્વારકા આવતા  ભક્તો માટે સેવા કરી રહ્યા છે. ઠેરઠેર દ્વારકાનાં માર્ગો ભક્તિથી ઉભરાયા છે. જગત મંદિરમાં કાના પાસે જવા વૃદ્ધો, મહિલાઓ, બાળકો સાથેસાથે યુવા પદયાત્રીઓની સંખ્યા બમણી દેખાય છે. રાજા ધીરા જ નાં દરસન  ગોમતીમાં સ્નાન અને રૂક્ષ્મણીજીનાં દરસન કરી ભાવિકો પદયાત્રીઓ પોતાની યાત્રા પૂર્ણ કરવા ઉત્સુક બન્યા છે ત્યારે ઠેર ઠેર લાખો લોકોમાં એક જ નાદ સંભળાય રહ્યો છે, ‘જય રણછોડ, માખણ ચોર’ સાથેસાથે દ્વારકા આવતા ભાવિકો પદયાત્રીઓ ઠેરઠેર ભગવાનની ભક્તિ કરતાં-કરતાં નાચગાન કરતા કરતા દ્વારકા પહોંચી રહ્યા છે. ત્યારે કારણે શહેરનાં તમામ માર્ગો પર માનવ કીડિયારું ઉમટ્યું છે. ‘જય કનૈયાલાલ’ અને ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે સમગ્ર દ્વારકા ગુંજી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS