કેશોદ સરકારી ગર્લ્સ સ્કૂલમાં ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ ચાલુ કરવા માગણી

  • June 30, 2020 12:34 PM 42 views

કેશોદના કેળવણીકાર, ભાજપ વિકલાંગ સેલના સહકન્વીનર બીજલભાઇ એલ.સોંદરવાએ કેશોદમાં સરકારી ગર્લ્સ હાઇસ્કૂલમાં ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ શ‚ કરવા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરના વાલીઓની રજુઆત ધ્યાને રાખી કેશોદમાં એક માત્ર કન્યા શિક્ષણ આપતી સરકારી સંસ્થા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે નવું ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહનું યુનિટ આપવામાં આવે અથવા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ વંથલી શાળાને તબદીલ તેજ યુનિટને ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે ફેરવવામાં આવે તેવી રજૂઆત છે. કન્યા શિક્ષણ વધારવા માટે સરકાર કટીબધ્ધ છે ત્યારે શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી તરફથી સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે નવા વિજ્ઞાન પ્રવાહ યુનિટની મંજુરી મળે તેવી રજૂઆત કરાઇ છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application