મોરબી યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ઝડપી બનાવવાની માગ

  • April 05, 2021 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ચાલતી ટેકાના ભાવે ચણાની ખરીદીમાં પ્રતિદિન માત્ર ૩૦ ખેડૂતોને બોલાવવામાં આવતા હોય જેથી વધુ ખેડૂતોને બોલાવાય તેવી માંગ કરી છે.
મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ રાજ્યના કેબીનેટ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં મોરબી જીલ્લાના મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ૧૨,૫૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૨૦૦૦ ખેડૂતોને ખરીદી માટે બોલાવ્યા છે જે પૈકી ૫૦ ટકા ખેડૂતોને ચણાનો પાક તૈયાર ના હોવાથી બાકી રહી ગયા છે માત્ર ૩૦ ખેડૂતોને રોજ બોલાવવામાં આવે તો ક્યારે ખેડૂતોના પાકના નિકાલનો વારો આવે હાલ ખેડૂતો સવારથી રાત્રીના ૧૧ સુધી બેસી રહે ત્યારે પોતાના માલનો તોલ થઇ સકે છે જેથી ખરીદીમાં વજનકાંટા વધારવા અને દરરોજ ખેડૂતોની સંખ્યા વધારવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS