જામ્યુકો દ્વારા પકડાતા ઢોરની દેખરેખ રાખવા માંગ

  • February 17, 2023 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રોડ પરના પશુઓને પકડવાની ઝુંબેશ ઘણા સમય નવા કરાવેલ છે. અને વાહનમૉ પાંચ પશુ માંડ સમાય તેના બદલે ૮ થી ૧૦ પશુઓનો સમાવેશ કરાય છે.
 

આ પશુઓને ક્રુરતાપૂર્વક ઢસડી, અમાનુષી મારકૂટ કરી શા માટે પકડવામાં આવે છે તેના અમે સજા વિરોધ કરીએ છીએ. આ બાબતે  પૂર્વમંત્રી ડો. દિનેશ પરમારએ કમિશનરને પત્ર પાઠવીને રજુઆત કરી છે. આ પત્રમાં જણાવ્યું છે કે ગીરબ, પછાત વર્ગના ભરવાડ, રબારી અને અન્ય સમાજના પશુપાલકો પશુના માલિકોના જીવનનો આધારરૂપ આ પશુઓ છે. એક ગાયની કિંમત રૂ. ૧૫,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા છે.
 

જે જે પશુઓને  પકડવામાં આવે છે તેમને પેટ પુરતું ઘાસ પણ ખવડાવવામાં આવતું નથી કે પુરતું પાણી પણ પીવડાવાવમાં આવતું નથી. પશુઓ પર ખુબ જ ઝુલ્મ થઇ રહેલ છે. જે જે પશુઓને દરરોજ કેટલું ઘાસ ખવડાવાય છે તેની વિગત મને જણાવશો. વેટરનરી ડોકટરની કોઇ વ્યવસ્થા જ કરાયેલ નથી. પકડવામાં આવતા પશુઓ પૈકી સંખ્યાબંધ પશુઓ મૃત્યુ પામી રહેલછે. છેલ્લા છ માસમાં અમદાવાદ ખાતે કેટલા પશુઓ મોકલાયા છે તેની તમામ વિગતો આપવા અપીલ કરી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application