બોલીવુડમાં કોકેનની સૌથી વધુ ડીમાંડ હોવાનો એનસીબીની તપાસમાં થયો ઘટસ્પોટ

  • October 28, 2020 02:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના ડ્રગ કનેક્શન કેસની તપાસ કરતી એનસીબી ને ઘણા મહત્વના પુરાવા મળ્યા હોવાની વાત સામે આવી છે. એનસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એનસીબીએ આ અંગે ડ્રગ્સના મોટા વેપારીની પૂછપરછ કરતા સુશાંતસિંહ રાજપૂત  કોકીનનો ઉપયોગ કરતો હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું. 

 

ધરપકડ કરાયેલ ડ્રગ્સ વેપારીની એનસીબી દ્વારા કરવામાં આવેલ પૂછપરછના આધારે સુશાંત બીજા ઘણા સેલીબ્રીટીઓને પણ કોકીન પહોંચાડતો હોવાની વાત સામે આવી છે .તેમજ ડ્રગ્સની દુનિયામાં  એક મોટું નામ એવા દાઉદની પણ એનસીબીની ટીમ દ્વારા પૂછપરછ કરીને સબૂતો ગોતવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, દાઉદ મૂળ નાઇજિરિયાનો છે અને છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇમાં રહે છે. દાઉદે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. અને ડ્રગ્સની દુનિયામાં દાઉદનું એક મોટું નામ છે, સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી, આ કેસ કેન્દ્ર સરકાર દ્વારા બિહાર સરકારની વિનંતી પર સીબીઆઈને સોપી દેવામાં આવ્યો હતો. આમ  સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ એક પછી એક અનેક ઘટસ્ફોટ થઇ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS