દિલ્હીની હિંસા અને કોરોના વાયરસના કારણે નહીં ઉજવાય હોળી : CM કેજરીવાલ

  • March 05, 2020 09:32 AM 224 views

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની અસર તહેવારો પર પણ જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હોળી અને અન્ય જાહેર કાર્યક્રમોમાં ન જવાનો નિર્ણય લીધો છે. સીએમ અરવિંદ કેજરીવાલે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાના શોક અને કોરોના વાયરસ ચેપના ફેલાવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ નિર્ણય લીધો છે.


 
ઉત્તર-પૂર્વ દિલ્હીના મૌજપુર સહિતના વિસ્તારોમાં 24 થી 26 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસની હિંસા નોંધાઈ હતી. આ હુમલામાં 46 લોકોના મોત થયા હતા જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે જે હાલ પણ સારવાર હેઠળ છે. આ ઉપરાંત કોરોના વાયરસના કેસ પણ પોઝિટિવ આવ્યા છે જેને ધ્યાનમાં રાખી સીએમ કેજરીવાલએ હોળી ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application