આને કહેવાય ખરી સેવા : અહીં 1 રૂપિયામાં ભરપેટ અને ભાવતા ભોજન જમે છે લોકો

  • October 28, 2020 02:04 AM 2185 views

લોકડાઉન દરમિયાન અનેક લોકો ભૂખ્યાને ભોજન કરાવવા આગળ આવ્યા હતા. પરંતુ તાજેતરમાં ટ્વીટર પર ટ્રેડીંગ બની ગયા છે એવા વ્યક્તિ જેણે અનલોક દરમિયાન વધુને વધુ લોકોને ભોજન કરાવવા એક નવી શરુઆત કરી છે. સામાન્ય રીતે લોકો પહેલા કોઈપણ વસ્તુના ભાવ વધારે રાખે અને જ્યારે લોકોને તેના વિશે ખબર પડે અને વધુ લોકો તેમના સુધી પહોંચે તો તે ભાવ વધારે છે. પરંતુ આ વ્યક્તિ એવા છે જેણે કંઈક અલગ જ કર્યું છે. 

 

આ વાત છે દિલ્હીના એક વ્યક્તિની જે તે 1 રૂપિયામાં લોકોને ભરપેટ જમાડે છે. ટ્વીટર પર તેમના ખાસ રસોડા વિશે જાણકારી શેર કરવામાં આવી હતી. જ્યાર બાદથી તે ચર્ચામાં છે. કારણ કે તે પહેલા 10 રૂપિયામાં લોકોને અનલિમિટેડ જમાડતા હતા પરંતુ હવે વધુને વધુ જરૂરીયાતમંદ જમી શકે તે માટે તેણે જમવાની કીમત 1 રૂપિયો કરી દીધી છે. 


જાણવા મળ્યાનુસાર દિલ્હીના આ વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને લોકોએ આ કામ માટે દાન કર્યું તેથી તેમણે 10 રૂપિયાના બદલે 1 રૂપિયો ચાર્જ કરી દીધો છે. આ રસોડામાં રોજ 1000 લોકો ભોજન કરે છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિને ભોજન લઈ જવું હોય તો તે પાર્સલ પણ કરી આપે છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application