આ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીના મોત, ઓક્સિજન પુરું થતા હોસ્પિટલમાં દાખલ 200 દર્દીના જીવ જોખમમાં

  • April 24, 2021 08:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશની રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં કાળજું કંપી જાય તેવી સર્જાઈ છે. અહીં એક સાથે 20 દર્દીના મોત થયા છે જ્યારે હોસ્પિટલમાં દાખલ 200 દર્દીના જીવ જોખમમાં મુકાયા છે કારણ કે હોસ્પિટલમાં ઓક્સિજન પૂર્ણ થઈ ગયું છે.  

 

 

દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 20 દર્દીઓનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થયું છે. હોસ્પિટલના એમડીએ આ અંગે માહિતી આપી હતી કે 20 દર્દીઓનાં મોત શુક્રવારે રાત્રે ઓક્સિજનના અભાવે નીપજ્યા હતા.

 

 

હોસ્પિટલે આ ઘટના માટે ઓક્સિજન સપ્લાયના અભાવને જવાબદાર ગણાવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે દર્દીઓના મોત અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે દર્દીઓ માટે 3600 લિટર ઓક્સિજનની જરૂર હતી પરંતુ બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 1500 લિટર જ સપ્લાય કરાયું હતું. આ કારણે દર્દીઓના મોત નીપજ્યા હતા. જયપુર ગોલ્ડન હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે હજી પણ 200 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેના માટે ઓક્સિજન નથી.

 

 

જણાવી દઇએ કે શુક્રવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં શુક્રવારે ઓક્સિજનના અભાવને કારણે 25 દર્દીઓનાં મોતનો મામલો સામે આવ્યો હતો. આજે પણ પાટનગરની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ હોવાના સમાચાર સામે  આવી રહ્યા છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS