દિલ્હીમાં 17 મે સુધી લંબાવાયું લોકડાઉન, મેટ્રો સેવા પણ રહેશે બંધ

  • May 09, 2021 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે લોકડાઉનને લંબાવી દીધું છે. હવે દિલ્હીમાં લોકડાઉન 17 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ વખતે દિલ્હી મેટ્રો પણ લોકડાઉન દરમિયાન બંધ રહેશે. 

 

 

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવી રહ્યું છે, જે આવતા સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે. આવતીકાલથી દિલ્હીમાં મેટ્રો બંધ રહેશે.

 

 

આ સિવાય દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે 26 એપ્રિલથી દિલ્હીમાં કોરોના કેસ ઘટવા લાગ્યા છે અને છેલ્લા એક કે બે દિવસમાં પોઝિટિવિટી દર 35 ટકાથી નીચે 23 ટકા થઈ ગયો છે. તે દિલ્હીવાસીઓ માટે રાહતની વાત છે. 

 

 

તેને વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના લોકો અને તમામ સંગઠનોના અભિપ્રાય પછી લોકડાઉન વધાર્યું છે. આ વખતે લોકડાઉન પહેલા કરતા વધુ કડકાઈ થી અમલમાં રહેશે. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે 17 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી લંબાયેલા આ લોકડાઉનમાં દિલ્હી મેટ્રો સેવા પણ બંધ રહેશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid cargo prioritized
  • April 27, 2021