ધ્રોલમાં બાળકના મૃત્યુના મામલે દેકારો: તબીબી બેદરકારીનો આક્ષેપ

  • August 01, 2020 12:49 PM 484 views

ધ્રોલમાં ગઇકાલે ગર્ભમાં બાળકના મૃત્યુના પગલે ભારે દેકારો બોલી ગયો હતો, તબીબી બેદરકારીનો આક્ષેપ કરાયો હતો, દરમ્યાન પોલીસ અને આરોગ્ય અધિકારીને આ મામલે રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ગઇકાલે ડોક્ટરની ભૂલના કારણે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ  ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા અને સરપંચ સંગઠનના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતાં.પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામના મજૂરી કામ કરતા ભરતસિંહ હરમલસિંહના પત્ની સગર્ભા હોય અને રાતે ૩.૩૦ વાગે અચાનક પેટમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક ધોરણે લતીપર ખાતે હોસ્પિટલ જતા ત્યાં કોઈ ડોક્ટર હાજરના હોવાથી ૧૦૮ બોલાવી તેવોને ધ્રોલ સરકારી હોસ્પિટલ મોકલેલ સવારે ૫.વાગ્યાં આસપાસ ધ્રોલ હોસ્પિટલ પોહચેલ પરંતુ ત્યાં પણ કોઈ હાજર ના હતું થોડીવારમાં એક નર્સ આવેલ અને તેવોની એન્ટ્રી કરી બહાર બેસો ડોક્ટર આવે એટલે બોલવું પરંતુ કોઈ ડોક્ટર આવેલ નહિ અને ફરી વાર પેટમાં  દુખાવો અને ઉલ્ટી થવાથી નર્સને જાણ કરતા તેમના પત્નીને રૂમ માં લઇને સુવડાવી દેવામાં આવ્યા અને તેમ છતાં કોઈ ડોક્ટર આવેલ નહિ.


દરમ્યાનમાં સવારે ૯ વાગ્યાં આસપાસ ડોક્ટર આવેલ અને તેમના પત્નીને ડિલિવરી માટે લઇ ગયેલ અને ડિલિવરી દરમ્યાન બાળકનું પેટમાં જ મૃત્યુ થયેલનું  ડોક્ટર એ જાણવેલ ત્યારબાદ તુરંત ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા આવી જતા તેઓની હાજરીમાં પોલીસને જાણ કરી બોલાવેલ અને ભરતસિંહ દ્વારા ડોક્ટરની ભૂલ અને ગેરહાજરીના હિસાબે તેના બાળકનું મૃત્યુ થયું છે તેવું જણાવેલ હતું અને પોલીસને ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવા જાણવેલ.ગઇકાલે બાળકના મૃત્યુના પગલે તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આગેવાનો દોડી આવ્યા હતાં, આ મામલે પોલીસને રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી, થોડો સમય બનાવના પગલે અફડાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો. દરમ્યાનમાં ભરતસિંહ દ્વારા જી.જી.હોસ્પિટલના આરોગ્ય અધિકારીને આ મામલે રજૂઆત કરીને બેદરકારી બદલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application