દીપિકા-રણવીરના હશે 3 બાળકો... આવું છે દીપિકાનું ફ્યુચર પ્લાનિંગ

  • May 21, 2021 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંથી એક એવી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેમને તેમના ફેમિલી પ્લાનિંગ અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. જો કે અભિનેત્રીએ આજ સુધી આ પ્રશ્ને કોઈ જવાબ આપ્યાો નથી. પરંતુ લગ્ન પહેલા દીપિકાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે ખાસ વાત જણાવી હતી. 

 

 

લગ્ન પહેલા અભિનેત્રીએ એક મુલાકાત દરમિયાન 10 વર્ષના ફ્યુચર પ્લાનિંગ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેના ત્રણ બાળકો હશે, જેને તે શૂટિંગ માટે સાથે લઈ જશે. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે તેના માતાપિતા પણ કામ કરતા હતા અને તેની કામની જવાબદારી વચ્ચે તેને અને તેની બહેનને સમય પણ આપતા હતા. જ્યારે રણવીર સાથે ફેમિલી શરૂ કરે ત્યારે તે પણ તેના બાળકોને તે જ રીતે સમય આપી શકે તેવું પ્લાનિંગ કરશે. 

 

 

જણાવી દઈએ કે દીપિકા અને રણવીર સિંહ 'ગોલિયોં કી રસલીલા રામલીલા' ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને તેમના પ્રેમમાં પડી ગયા હતા. 2018 માં લગભગ 5 વર્ષ પછી બંનેએ લગ્ન કર્યા હતા. તેમના લગ્નનું રિસેપ્શનનું મુંબઈમાં હતું જેમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ હાજર રહી હતી.

 

 

દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો દીપિકા કબીર ખાનની આગામી ફિલ્મ '83' માં જોવા મળશે. જેમાં તે પતિ રણવીર સિંહની પત્ની તરીકે જોવા મળશે. તેમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત માટે બનાવવામાં આવી છે. આ સિવાય તે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ'માં પણ કામ કરી રહી છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS