દીપિકા પાદુકોણ કોરોના સંક્રમિત, અભિનેત્રીના માતા-પિતા અને બહેન પણ સંક્રમિત

  • May 05, 2021 06:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપિકા પાદુકોણ કોરોના સંક્રમિત થઈ છે. અભિનેત્રી હાલ તેના પરીવાર સાથે બેંગલુરુમાં છે. પાદુકોણ પરીવારમાં સૌથી પહેલા દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ, માત અને બહેન અનીશાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ દીપિકાનો રિપોર્ટ આવવાનો બાકી હતો. 

 

 

કોરોના સંક્રમિત થયા બાદ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રકાશ પાદુકોણના એક નજીકના મિત્રના જણાવ્યાનુસાર 10 દિવસ પહેલા પ્રકાશ, તેમની પત્ની અને દીકરી અનીશાને કોરોનાના લક્ષણો જણાયા હતા. તેમણે ટેસ્ટ કરાવ્યો જેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

 

 

પ્રકાશ પાદુકોણ હાલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તેમની પત્ની અને દીકરી ઘરે જ છે. પ્રકાશ પાદુકોણની હાલત પણ સુધારા પર છે. તેમને ટુંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળશે. 

 

 

મહારાષ્ટ્રમાં 15 દિવસના લોકડાઉનની જાહેરાત થયા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર બેંગલુરુ રવાના થયા હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS