તંત્રનો યુ–ટર્ન: રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાશે

  • July 28, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના વિવિધ પ્રોજેકટ અને ઈલેકટ્રીક બસના લોકાર્પણના કાર્યક્રમને લીલીઝંડી મળી ગઈ

 


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૨ ઓગસ્ટના રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર રાયમાં તે દિવસે સંવેદના દિનની ઉજવણી કરાશે અને માત્ર સેવાલક્ષી કાર્યક્રમો યોજાશે. ઉદઘાટન કે લોકાર્પણના કોઈ કાર્યક્રમ નહીં યોજાય તેવી સ્પષ્ટ્ર વાત રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સમક્ષ કરી હતી. ઉજવણીના આયોજન સંદર્ભે ચર્ચા કરવા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી અને તેમાં ઈલેકટ્રીક બસના લોકાર્પણ અને મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ કાર્યક્રમોનો નિર્ણય લેવાયો છે.

 


પાંચ વર્ષ આપણી સરકારના – સૌનો સાથ સૌનો વિકાસસુશાસન સાહની ઉજવણી અંતર્ગત તા. ૧ ઓગસ્ટ થી થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજકોટ શહેર તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની કલેકટર અણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 


તા. ૨ જી ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સંવેદના દિનની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સાથે ઇલેકિટ્રક બસનું લોકાર્પણ સહીત મહાનગરના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

 


સુશાસન સાહની ઉજવણી અંતર્ગત તા. ૧  ઓગસ્ટ ના રોજ યોજાનાર જ્ઞાન શકિત દિન, તા. ૨ ઓગસ્ટના રોજ સંવેદના દિન, તા. ૪ ઓગસ્ટના રોજ મહિલા સશકિતકરણ દિન, તા. ૫ ઓગસ્ટના રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા. ૬ ઓગસ્ટના રોજ યુવા શકિત દિન, તા. ૭ ઓગસ્ટના રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા. ૮ ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિન, તેમજ તા. ૯ ઓગસ્ટના રોજ  વિશ્વ આદિવાસી દિનની રાયવ્યાપી ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

 


આ બેઠકમા નગરપાલિકા કમિશનર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર  ડેપ્યુટી કમિશનર રાજકોટ નગરપાલિકા વિસ્તારશ્રી ચૌધરી, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, વિરેન્દ્ર દેસાઈ,  નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, અધિકારી ટોપરાણી સહીત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ વિડીયો કોન્ફ્રન્સથી જોડાયા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની માહિતી પુરી પાડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS