ડીકોકની ધમાકેદાર અડધી સદી, કોલકાતા સામે મુંબઈનો આસાન વિજય

  • October 28, 2020 02:04 AM 421 views

ક્વિન્ટન ડીકોકની આક્રમક અડધી સદી અને કેપ્ટન રોહિત શમર્નિી શાનદાર બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પોતાનું ધમાકેદાર ફોર્મ જારી રાખતા શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટની 13મી સિઝનમાં અબુધાબી ખાતે શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ સામે 149 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેને રોહિત અને ડીકોકની જોડીએ આસાન બનાવી દીધો હતો. મુંબઈએ 16.5 ઓવરમાં બે વિકેટે 149 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ડીકોકે અણનમ 78 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. અગાઉ કોલકાતાએ પેટ કમિન્સની અણનમ અડધી સદીની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 148 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ વિજય સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. મુંબઈ અને દિલ્હી બંને પાસે 10-10 પોઈન્ટ છે પરંતુ નેટ રનરેટના આધારે મુંબઈ ટોચના સ્થાને પહોંચી ગયું છે.


149 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ ધમાકેદાર રહી હતી. કેપ્ટન રોહિત શમર્િ અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડીકોકની ઓપનિંગ જોડીએ તાબડતોબ બેટિંગ કરીને લક્ષ્યાંકને આસાન બનાવી દીધો હતો. આ જોડીએ પ્રથમ વિકેટ માટે જ 10.3 ઓવરમાં 94 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. શરૂઆતથી જ આ જોડીએ કોલકાતાના બોલર્સની ધોલાઈ કરી હતી. કોલકાતાને શિવમ માવીએ પ્રથમ સફળતા અપાવી હતી. માવીએ રોહિત શમર્નિે આઉટ કરીને મુંબઈને પ્રથમ ફટકો આપ્યો હતો. રોહિત શમર્એિ 36 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 35 રનની ઈનિંગ્સ રમી હતી.


કેપ્ટન રોહિત શમર્િ સાથે પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવનારા ક્વિન્ટન ડીકોકે આક્રમક બેટિંગ કરી હતી. 94 રનની ભાગીદારીમાં રોહિતના 35 રન હતા. તેના પરથી ડીકોકની આક્રમક બેટિંગનો ખ્યાલ આવે છે. રોહિત બાદ બેટિંગમાં આવેલો અને વર્તમાન સિઝનમાં આક્રમક ફોર્મમાં રમી રહેલો સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 10 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, મુંબઈની બેટિંગનું મુખ્ય આકર્ષણ ડીકોકની બેટિંગ રહી હતી. ડીકોકે 44 બોલમાં અણનમ 78 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જેમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ 21 રન ફટકાયર્િ હતા. કોલકાતા માટે શિવમ માવી અને વરૂણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ ખરાબ શરૂઆત બાદ લોઅર ઓર્ડરના બેટ્સમેન પેટ મિન્સે ફટકારેલી આક્રમક અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આજે રમાઈ રહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 149 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટની 13મી સિઝનમાં અબુધાબી ખાતે રમાઈ રહેલી 32મી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, તેની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં કેપ્ટન ઈયોન મોર્ગન અને પેટ કમિન્સની બેટિંગની મદદથી કોલકાતાએ નિધર્રિીત 20 ઓવરમાં પાંચ વિકેટે 148 રન નોંધાવ્યા હતા. કમિન્સે 53 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.


અબુધાબીમાં શેખ ઝાયેદ સ્ટેડિયમમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રાહુલ ત્રિપાઠી સાત રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ટીમે નજીકના ગાળામાં ઉપરા ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. નિતિશ રાણા પાંચ અને વિકેટકીપર દિનેશ કાર્તિક ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. શુભમ ગિલે 21 રનની ઈનિંગ્સ રમી હતી. કોલકાતાએ 61 રનના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.


બાદમાં કેપ્ટન ઈયોન મોર્ગન અને પેટ કમિન્સે શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. પેટ કમિન્સ અને મોર્ગને 87 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. મોર્ગને 29 બોલમાં આક્રમક બેટિંગ કરતા 39 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં બે ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે કમિન્સે અડધી સદી ફટકારી હતી. કમિન્સે પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 36 બોલમાં અણનમ 53 રન ફટકાયર્િ હતા. મુંબઈ માટે રાહુલ ચાહરે બે તથા ટ્રેન્ટ બોલ્ટ, નાથન કોલ્ટર નાઈલ અને જસપ્રિત બુમરાહે એક-એક વિકેટ ઝડપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application