અંબાજી શક્તિપીઠ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય

  • April 13, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની પરિસ્થિતને ધ્યાનમાં લઇને આદ્યશક્તિ અંબાજી માતાનું મંદિર આજ થી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પાવાગઢ મંદિર,જલારામ મંદિર, સોમનાથ મંદિર,અક્ષરધામ, શાહીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર વગેરે મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ગઈકાલે અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજથી આરંભ થયેલા ચૈત્રી નવરાત્રીના દિવસો દરમિયાન ભક્તજનો મોટી સંખ્યામાં શક્તિપીઠ માં આવે છે. પરિણામે કોરોના સંક્રમણ ની સંભાવના વધી જાય છે જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અંબાજી શક્તિપીઠ ના વહીવટદારે જણાવ્યું છે.

 


 વિશ્વભરમા કોરોના મહામારીએ કાળો કેર વતર્વ્યિો છે. જેને ધ્યાનમાં લઇને આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવા અપીલ કરી હતી. આ અપીલના પગલે શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર તરફથી આજે સાંજે અંબાજી માતાનું મંદિર તા.13મીથી 30મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાની જાહેરાત કરી હતી.

 


વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલું છે. આ સંક્રમણને અટકાવવા અને યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો, અંબિકા ભોજનાલય, તથા ટ્રસ્ટ સંચાલિત અંબિકા વિશ્રામગુહ અને જગજનની પથિકાશ્રમ  પણ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે તેવી જાહેરાત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS