રાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય 

  • April 08, 2021 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. રોજના કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે જ યુઝ કાર એસોસિએશન દ્વારા અઠવાડિયા માટે વેપાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ હવે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આયો છે. કોરોનાની મહામારીમાં ઇસ્કોન મંદિર દ્વારા અનિશ્ચિત મુદત સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.

 

દર્શનાર્થીઑ માટે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ઇસ્કોન મંદિરમાં સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. આ સમય સિવાય મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી રહશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વધતાં રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા આ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મંદિરમાં પણ દર્શનાર્થીઓએ દર્શન કરી ઘરે જવા રવાના થઈ જવાની સૂચના આપવામાં આવી છે. તો સાથે જ આ મહામારીમાં મંદિર ખાતે સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક ભોજનની સેવા ચાલુ જ રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS