ખારાપાટ રબારી સમાજનો નિર્ણય: મરણ, લગ્ન કે ધાર્મિક પ્રસંગો બંધ

  • April 12, 2021 10:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટડીમાં કોરોનાના વધતા કેસોને પગલે ખારાપાટ રબારી સમાજે મૃત્યુ, લગ્ન કે ધાર્મિક પ્રસંગોએ કોઈ પણ પ્રકારના મેળવડા ન કરવાનો નિર્ણય લીધો છે. વડવાળા મંદિરમાં રબારી સમાજની બેઠક યોજાઈ હતી, તેમાં આ નિર્ણય લેવાયો હતો.


રબારી-માલધારી સમાજમાં મરણ પ્રસંગે લાકડે, લોકાચાર, સુંવાળા કે ટાણાંમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. જાણતા અજાણતા રબારી સમાજ દ્વારા કોરોનાના નિયમોનું પાલન થતું નથી. દેખાદેખી કે લાગણીવશ બધા લોકો મરણના દુ:ખદ પ્રસંગમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈએ છીએ. પરંતુ આ ઘાતક પુરવાર થઇ રહ્યું છે. પાટડી વડવાળા મંદિર ખાતેકોરોના મહામારીને અનુલક્ષીને પાટડી રબારી સમાજના રઘુભાઇ ખાંભલા અને કનુભાઇ રબારી સહિત માલધારી સમાજના આગેવાનો દ્વારા રબારી સમાજની મીટીંગ યોજાઇ હતી. જેમાં ખારપાટ રબારી સમાજમાં કોઈ મરણ, લગ્ન કે ધાર્મિક પ્રસંગોમાં કોઈ પણ પ્રકારના મેળાવડા ન થાયનો આવકારદાયક નિર્ણયની સાથે તમામ પ્રસંગો બંધ રાખવાનું આવકારદાયક પગલાને સૌએ વધાવી લઇ સ્વીકૃતિ આપી હતી. જેમાં પાટડીના રઘુભાઇ ખાંભલા અને વડગામના કનુભાઇ રબારીએ જણાવ્યું કે, આવા મરણ પ્રસંગમાં જે-તે પરિવારના નજીકના સંબંધીઓ જ મળે અને મરણ જનારના અંગત લોકો દ્વારા પણ સામેથી આ મરણ પ્રસંગે આવવાની જો ના પાડવામાં આવે તો આવી મહામારીના સમયમાં કોરોનાનો આપણાં સમાજમાં ફેલાવતા અટકાવી શકાશે અને સમાજની મોટી સેવા કરી ગણાશે. અને એ રીતે સમાજના અનેક લોકોના પરોક્ષ રીતે જીવ બચાવી શકીશું.

લખતરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માગ
સુરેન્દ્રનગર:લખતરમાં આવેલા કોવીડ કેર સેન્ટર ચાલુ ન હોવાથી તાલુકાનાં દર્દીઓ સુરેન્દ્રનગર જાય તો પણ ત્યાં જગ્યા ન મળતી હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. આથી તાલુકામાં ઝડપથી કોવીડ કેર સેન્ટર શરૂ નહીં થાય તો આગામી સમયમાં પરિસ્થિતિ વણસી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનાં કેસો સતત વધી રહ્યા છે. તો જિલ્લા કલેકટરની સૂચના મુજબ તાલુકાકક્ષાએથી કોરોના વાઇરસના કેસો જાહેર ન કરવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય તેવો ઘાટ જોવા મળે છે. અને જિલ્લામાં કોવીડ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા હોવાનું જાણવા મળે છે. આવા સમયમાં લખતર તાલુકામાં કોરોનાની પહેલી લહેર વખતે શરૂ થયેલું કોવીડ કેર સેન્ટર હાલમાં ઘણા સમયથી બંધ થઈ ગયું છે. તો હવે ફરી એકવાર કોરોના મહામારી વકરતા જિલ્લા મથકે હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. તેવામાં લખતરનું કોવિડ કેર ક્યારે શરૂ થશે? તેવા લોકો સવાલો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે તાલુકાનાં ૨ થી ૩  દર્દીઓએ જિલ્લા મથકે હોસ્પિટલોમાં તપાસ કરતા બધી જગ્યાએ ફૂલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે દવાખાનામાં રહીને સારવાર લેવાની પરિસ્થિતિમાં લખતરમાં કોવીડ કેર સેન્ટર શરૂ જ ન હોવાના કારણે પરિસ્થિતિ વણસી શકે તેવી શકયતા છે. આથી તાત્કાલિક અસરથી તાલુકામાં કોવીડ કેર સેન્ટર શરૂ થાય તેવી ગ્રામજનોની માંગણી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS