અમેરિકામાં એક જ દિવસમાં ૧૧૬૯ મોત

  • April 03, 2020 11:28 AM 734 views


દુનિયામાં ૧૦ લાખથી વધુ લોકો સંક્રમિત: યુરોપમાં કોરોનાના પાંચ લાખથી વધુ કેસ

કોરોનાવાયરસ ના ભયાનક આક્રમણથી અમેરિકા અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને એક જ દિવસમાં અહીં ૧૧૬૯ ના મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે અને લોકો ખરેખર ભયભીત બની ગયા છે. વિશ્વમાં કેસની સંખ્યા ૧૦ લાખને પાર કરી ગઇ છે અને અનેક દર્દીઓ ગંભીર હોવાનું બહાર આવ્યું છે ત્યારે મોતનો આંકડો દુનિયાભરમાં વધી જવાનો ખતરો છે.

યુરોપિયન દેશોની હાલત પણ ભારે કણતા ભરી થઈ ગઈ છે અને યુરોપમાં આજ સુધીમાં પાંચ લાખથી વધુ લોકો કોરોના ની ચુંગાલ માં સપડાઈ ચૂકયા છે. સૌથી વધુ ખરાબ હાલત સ્પેન અને ઇટાલીની થઈ છે અને ત્યાં રોજ ૬૦૦ થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે.

ફ્રાન્સમાં પાછલા ૨૪ કલાકમાં ૪૭૧ દર્દીના મૃત્યુ થયા છે અને અહીં કેસની સંખ્યા ૫૯૦૦૦ થઈ ગઈ છે. કેનેડામાં સોશિયલ ડિસ્ટન્સ નો નિયમ નહિ પાળનાર શખસને ૨૫ લાખ પિયા નો દડં થશે તેવી ચેતવણી અપાઈ છે.
બ્રાઝિલમાં ૩૦૦ દર્દીના મૃત્યુ થઇ ગયા છે અને ૮૦૦૦ જેટલા કુલ કેસ થઇ ગયા છે. આર્જેન્ટિનામાં ૨૪ કલાકમાં ૧૩૨ નવા કેસ બહાર આવ્યા છે. જર્મનીમાં કેસની સંખ્યા ચીન કરતાં વધુ થઈ ગઈ છે. વિશ્વભરમાં મોતનો આંકડો હા પણ ઘણો આગળ વધશે તેમ માનવામાં આવે છે એજ રીતે દુનિયાભરમાં કોરોના કેસની સંખ્યામાં પણ હજુ ઘણો વધારો થશે તેવી સ્થિતી દેખાઈ રહી છે.

  • ટ્રમ્પે કહ્યું– આવનારા દિવસો ભયાનક હશે

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓની સંખ્યા ગુવારે ૧૦ લાખની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, મહામારીથી સ્પેનમાં મૃતકોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર પહોંચી ગઈ. યૂરોપમાં કોરોના વાયરસ સંક્રમણના પાંચ લાખથી વધુ કેસની પુષ્ટ્રિ થઈ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચેતવ્યા છે કે આવનારા દિવસ વધુ ભયાનક હશે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, અમેરિકા આ ખતરનાક વાયરસ, ખૂબ ખતરનાકા વાયરસની વિદ્ધ ચાલુ રાખશે. તમે જોયું કે તે કેટલો ખતરનાક છે અને ખાસ કરીને તમે કાલની સંખ્યા તો જોઈ જ હશે. બીજી તરફ, સ્પેનમાં સરકારે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૯૫૦ લોકોનાં મોત થયા છે. ત્યારબાદ મૃતકોની સંખ્યા ૧૦,૦૦૩ પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે, મૈડિ્રડ સૌથી પ્રભાવિત ક્ષેત્ર છે યાં ૪,૧૭૫ લોકોનાં મોત થયા છે અને ૩૨ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં વાયરસના ૯,૪૦,૮૧૫ કેસ સામે આવ્યા છે અને ૪૭,૮૩૬ લોકોનાં મોત થયા છે. ઈટલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધુ લોકોનાં મોત થયા છે. પેરિસથી મળતા અહેવાલો મુજબ, યૂરોપમાં કોરોના વાયરસના સંક્રમણના પાંચ લાખથી વધુ કેસની પુષ્ટ્રિ થઈ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application