અમેરિકામાં કોરોનાના લીધે થયેલા મૃત્યુનો આંકડો 6 લાખને પાર

  • June 16, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોતનો આંકડો 5થી 6 લાખ સુધી પહોંચતા 113 દિવસ થયા: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

 કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે જેની અસર વતર્ઈિ રહી છે. અહીં કોરોનાના લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 6 લાખને પાર થઈ ગઈ છે. જોકે એવું પણ કહેવાય છે કે અહીં રસીકરણના લીધે મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મૃત્યુઆંક 5 લાખથી 6 લાખ પહોંચતા 113 દિવસનો સમય લાગ્યો છે.

 


વર્લ્ડઓમીટર.કોમના આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોનાના લીધે કુલ 38,38,035 લોકોના મોત થઈ ગયા છે. જેમાં અમેરિકા પછી બીજા નંબરે ભારત આવે છે. આ પછી ત્રીજા નંબરે બ્રાઝિલ, ચોથા નંબર પર રશિયા અને પાંચમા નંબર પર યુકે છે.

 


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઈડને ટ્વિટ કરીને જણાવ્યું કે, કોવિડ-19ના કારણે 6 લાખ લોકોનો જીવ ગયો છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, મારી સંવેદનાઓ તેમની સાથે છે. મને ખ્યાલ છે કે ખાલીપો તમને ખાવા દોડી રહ્યો છે, પરંતુ એક સમય આવશે કે તેમની યાદ તમારી આંખોમાં આંસુ લાવે તે પહેલા તે તમારા હોઠો પર હાસ્ય લાવી દેશે.

 


દુનિયામાં કોરોનાથી સંક્રમિત દેશોમાં સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અહીં જે રીતે 5થી 6 લાખ મોતનો આંકડો પહોંચતા 113 દિવસનો સમય લાગ્યો તે પ્રમાણે એ પહેલા 4થી 5 લાખ મોત થતા 35 દિવસ થયા હતા. મૃત્યુની ગતિમાં થયેલા ઘટાડાનું કારણ રસીકરણ મનાય છે. જાન્યુઆરી દરમિયાન અમેરિકામાં કોરોના પીક પર હતો. અમેરિકામાં ભલે કોરોનાની ગતિમાં ઘટાડો થયો હોય પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ મોત અહીં જ થયા છે.

 


આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને લોકોને કોવિડ-19 વેક્સીન લગાવવાનો આગ્રહ કરીને કહ્યું હતું કે વૈશ્વિક મહામારીના કારણે અમેરિકામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 6 લાખ થઈ ગઈ છે. બાઈડને બ્રેસેલ્સમાં ઉત્તર એડલાન્ટિક સંઘ સંગઠન (નાટો)ની શિખર સંમેલન પછી સોમવારે પત્રકારો સાથે વાત કરીને કહ્યું હતું કે અમેરિકામાં સંક્રમણની સરેરાશ ટકાવારી અને તેનાથી થતા મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેનાથી ઘણાં લોકોના જીવ ગયા છે. જેના લીધે તેમણે કોરોનાને ’વાસ્તવિક આફત’ ગણાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS