જાણો શું થાય છે ફાંસી પહેલા કેદી સાથે જેલમાં, જલ્લાદ શું કહે છે ફાંસી પહેલા આરોપીના કાનમાં.... 

  • March 18, 2020 09:43 AM 1788 views

 

નિર્ભયા કેસના દોષીઓ ફાંસીથી બચવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જો કે હાલ પુરતી તો તેમની ફાંસી 20 માર્ચએ યથાવત છે. જો કે ફાંસી અટકાવવા ત્રણ દોષીઓએ આંતરરાષ્ટ્રિય કોર્ટમાં અરજી પણ કરી છે. આ અરજી બાદ પણ જેલ પ્રશાસન ફાંસી માટે સજ્જ છે. ફાંસીની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફાંસી સમયે અને તે પહેલા જેલમાં શું થાય છે તે જણાવીએ તમને પણ.

 


- ફાંસી સમયે જેલ સુપિરિન્ટેન્ડેન્ટ, મેજિસ્ટ્રેટ, જલ્લાદ અને ડોક્ટર હાજર રહે છે.
- ફાંસી પહેલા કેદીને ડેથ સેલમાં મોકલાય છે. ડેથ સેલમાં અંધારું હોય છે અને ફાંસીની આગલી રાત કેદી ત્યાં જ વીતાવે છે.  
- ડેથ સેલની આજુબાજુ સુરક્ષા માટે સૈનિક સિવાય કોઈ હોતું નથી  
- ફાંસીના છેલ્લા સમયે માત્ર જલ્લાદ જ આરોપી સાથે હોય છે  
- જલ્લાદ અપરાધીના કાનમાં આ વાત કહે છે અને લીવર ખેંચી લે છે.   
- જલ્લાદ આરોપીના કાનમાં બોલે છે કે, હું મારી ફરજ આગળ લાચાર છું અને સત્યની રાહ પર ચાલવાની તમારા માટે કામના કરું છું. ત્યારબાદ જલ્લાદ હિંદૂને `રામ-રામ' અને મુસ્લિમને `સલામ' એવું કહે છે અને લીવર ખેંચે છે.