61 દિવસ બાદ કોરોનાથી એકનું મોત

  • September 04, 2021 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક જ દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં નવા ત્રણ કેસ 

 

ભાવનગર શહેર અને જિલ્લામાં આખો ઓગસ્ટ માસ કોરોનાનો મહેર શાંત રહ્યા બાદ શુક્રવારે એક જ દિવસમાં ગ્રામ્ય તાલુકા કક્ષાએ કોરોના પોઝિટિવના નવા ત્રણ પોઝિટિવ કેસ મળ્યા તો બે મહિના પછી ભાવનગરમાં કોરોનાથી સરકારી ચોપડે મોતનો એક કિસ્સો નોંધાયો હતો. શહેરમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી.

 

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ  એક સાથે ત્રણ નવા કેસ નોંધાયા છે જેમાં 2 મહિલા અને 1 પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેય દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. આ સાથે ગ્રામ્ય પંથકમાં જ શુક્રવારે કોરોનાના પોઝિટિવ દર્દીનું મોત થતા 61 દિવસના લાંબા સમયગાળા બાદ ભાવનગરમાં કોરોનાથી સરકારી ચોપડે દર્દીનું મોત થયું છે. આ અગાઉ 3 જુલાઇના રોજ કોરોના પોઝિટિવના દર્દીનું મોત થયા બાદ આજે મોત થયું હતુ તે  પછી કોઈ દર્દીનું કોરોનાથી મોત થયું ન હતું. આ સાથે શહેર અને જિલ્લામાં કુલ મોતનો આંક 298ને આંબી ગયો છે.  શહેરમાં રિકવરી રેઇટ 98.86 ટકાએ યથાવત છે. જ્યારે ગ્રામ્ય-તાલુકા કક્ષાએ આજ સુધીમાં કુલ 7433 કોરોનાો પોઝિટિવ કેસ નોંધાયા અને તે પૈકી 7291 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ ઘટીને 98.09 ટકા થઇ ગયો છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS