મુન્દ્રાના પ્રાગપરમાં દવા પી જનાર યુવતીનું સારવાર દરમિયાન મોત

  • November 21, 2020 09:14 AM 630 views

મુન્દ્રાના પ્રાગપરમાં ઝેરી દવા પી લેનાર યુવતીએ સારવાર દરમિયાન દમ તોડો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
મુંદરા તાલુકાના પ્રાગપર ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવ્યા બાદ સારવાર દરમ્યિાન દમ તોડયો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાગપરમાં રહેતી ભારતીબેન વિશ્રામભાઇ મહેશ્ર્વરી (ઉ.વ.૨૦) નામની યુવતીએ તા.૧૪–૧૧ના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ઘટઘટાવી હતી. સારવાર માટે હતભાગીને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જયા શુક્રવારે વહેલી પરોઢે સારવાર દરમ્યિાન દમ તોડી દીધો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application