એસ ટી અડફેટે જાંબુડાના અને ટેમ્પાની અડફેટે તાવેડાના યુવાનના મોત

  • March 18, 2021 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવા પંથકમાં અકસ્માતની ઘટનાઓ સાથે રસ્તા થયા રક્તરંજિત

અકસ્માતની બે ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા તો બે ને ઈજા

 

 

હાઈવે પર બાઈક અને અન્ય વાહનો વચ્ચેના અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને આવા અકસ્માતમાં બાઈક સવારનું મોત થતુ હોય છે કે ગંભીર ઈજા થતી હોય છે. મોટાભાગની ઘટનાઓમાં હેલ્મેટ ન પહેરી હોવાનું કારણ નિમિત્ત બનતું હોય છે. આવી જ રીતે મહુવા પંથકમાં અકસ્માતની બે ઘટનાઓમાં બાઈક સવાર બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે તો અન્ય બે ને ઈજા થઈ છે.

 

 


મહુવા તાલુકાના જાંબુડા ગામે રહેતા હનુભાઈ વિરાભાઈ ગોહિલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો ભાઈ પસંગ (ઉં.વ.23) કે જે જાંબુડા ગામે હિરા ઘસવાનું કામ કરે છે તે દેગવડા ગામના ભીખાભાઈની વાડીએ બરફના ડીશ ગોળા લેવા ગયો હતો તે સમયે બગદાણા તરફથી આવતી એસ ટી બસ નં. જી જે 18 ઝેડ 3633ના ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી બાઈકને અડફેટે લેતા પસંગભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં પાછળ બેઠેલા યોગેન્દ્રભાઈને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. બગદાણા પોલીસે એસ ટી ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 


અકસ્માતની બીજી ઘટનામાં કુંભણ ગામે રહેતા વલ્લભભાઈ મકવાણાએ મોટા ખુંટવડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો ભત્રિજો મૂકેશ ભગવાનભાઈ મકવાણા તાવેડા ગામેથી કુંભણ તરફ આવી રહ્યો હતો ત્યારે કોંજળી ગામે પહોંચતા પાછળથી આવેલા ટાટા 407 ટેમ્પો નં. જીજે 04 એ ડબલ્યુ 2192ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઈકમાં પાછળ બેઠેલા પાયલ લવજીભાઈ ગુજરીયા અને સાકરબેન લવજીભાઈ ગુજરીયા (બંન્ને રહે.તાવેડા) ગંભીર ઈજા થતા મહુવા હોસ્પીટલ ખસેડાયા હતા. ખૂંટવડા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS