વેરાવળના ભીડિયામાં કૂતરું કરડતાં નવજાતનું મૃત્યુ

  • October 28, 2020 11:34 AM 

વેરાવળની બાજુમાં આવેલ ભીડિયા બંદરમાં તા.૧૫-૩-૨૦ના રોજ વોર્ડ નં.૪મા નવાપરા વિસ્તારમાં રહેતા ઉમાબેન કમલેશભાઈ સોકોતરિયાને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. આ પરિવાર બીજા માળે રહેતા હતા ત્યાં આ કેવલ નામનું બાળક ઘોડિયામાં સુતું હતું ત્યારે એક કુતરૂ આવી અને માથાના ભાગે બચકા ભરતા આ નવજાત બાળક લોહિલુહાણ થઈ જતાં તેના પરિવારજનો ઘબરાઈ ગયા અને તાત્કાલીક વેરાવળ આદિત્ય બિરલા હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ આ બાળકને વધુ ઈજા હોવાને કારણે તેમને રાજકોટ જવા કહેલ અને આ પરિવાર આ બાળકને રાજકોટ દવાખાને લઈને નીકળેલ પરંતુ રાજકોટ પહોંચે તે પહેલાં આ નવજાત બાળકનું મૃત્યુ થયેલ છે.


ભીડિયા વિસ્તારમાં કુતરાનો ખુબજ ત્રાસ જોવા મળે છે અને નાની શેરી-ગલીઓમાં કુતરાના ટોળેટોળાં જોવા મળે છે જેથી બાળકો સહિત વૃધ્ધો અને અન્ય લોકોને મુશ્કેલી પડે છે અને કુતરા કરડવાના બનાવો વારંવાર બને છે તેમજ વેરાવળથી સોમનાથ આવતા બંદરમાંથી એક ડામરનો રોડ પસાર થાય છે તે રોડ ઉપર વેરાવળથી પાટણ આવતાં જતાં વાહનો મોટા પ્રમાણમાં પસાર થાય છે. આ રોડની બન્ને બાજુ મોટા પ્રમાણમાં કુતરા જોવા મળે છે અને વારંવાર ઝઘડા તેમજ રોડ ક્રોસ કરતા હોવાથી વાહનચાલકોને ખુબજ મુશ્કેલી પડે છે અને આ કુતરાને કારણે વારંવાર અકસ્માતના બનાવો બને છે. તો આ ભીડિયા વિસ્તારમાંથી નગરપાલિકા દ્વારા આ કુતરાને પકડે અને અન્ય જગ્યાએ મોકલી આપે તેવી લોકોની માગણી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS