ઇલેક્ટ્રિક શોક લાગતા ઉંચડીના બાળકનું મોત

  • March 19, 2021 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 વિજ કરંટ લાગતા તળાજાનો કિશોર પણ ગંભીર: સરકારી હોસ્પિટલના એમ્બ્યુલન્સ ચાલક કોઈ ન હોય ઇમરજન્સી રીફર કરવા માટે પડી હાલાકી

 


તળાજા શહેરની ભાગોળે અને નજીકના ઉંચડી ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાના બે બનાવો બન્યા હતા. જેમાં ઉંચડી ગામના કિશોરનું મોત નિપજેલ છે અને તળાજાના કિશોરને રીફર કરવામાં આવેલ. અહીં સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ચાલક ન હોવાના કારણે આફતગ્રસ્ત પરિવારને વધુ આફતમાં મુકાવું પડ્યું હતું.

 


 મળતી વિગતોમાં ઉંચડી ગામે પોતાના ઘરે ઇલેક્ટ્રિક મોટર શ કરવા જતાં અમિત ઘનશ્યામભાઈ બારૈયા (ઉ.વ 12)ને શોક લાગતા તેને તળાજા લાવતા ફરજ પરના ડોકટર એ મૃત જાહેર કરેલ હતા.

 


બીજી ઘટનામાં તળાજા ખાતે રહેતા વિવેક અશોકભાઈ બારૈયા (ઉ.વ 15) તે પાલીતાણા ચોકડી નજીક કામ પર હતો. એ સમયે પસાર થતા ઇલેવન વાયરમાંથી શોક લાગતા ગંભીર હાલતે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ. હાલત નાજુક હોય ફરજ પરના ડોકટરએ ભાવનગર રીફર કરવાનું જણાવેલ. પરંતુ અહીં સરકારી એમ્બ્યુલન્સના કોન્ટ્રાકટ બેઇઝ ચાલક સહિત પાંચેક કર્મીઓને ગઈકાલે જ છુટા કરવાનો આદેશ કરેલ. જેને લઈ એમ્બ્યુલન્સના કોઈ ચાલક ન હોય જીવન-મરણ વચ્ચે લડી રહેલા કિશોરના પરિવારજનોને ભાવનગર લઈ જવા માટે દોડધામ કરવી પડી હતી. આ ઘટનાને લઈ તળાજા ન.પા પ્રમુખ વિનુભાઈ વેગડ, તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ બારૈયા સહિતના દોડી આવ્યા હતા. તેઓએ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરેલ હોય અને ખાસ એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવા ખોરંભે પડી હોય તાત્કાલિક ઘટતું કરવા ફોન દ્વારા રજુઆત કરવી પડી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS