હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલે બ્લડ કેન્સર સામે જિંદગીની જંગ હારી, કલા જગતમાં શોકનો માહોલ છવાયો

  • November 28, 2020 05:30 PM 4071 views

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું છે.આ ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. આ સમાચારની સાથે જ ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું છવાઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી ભૂમિ પટેલનું કેન્સરને કારણે નિધન થયું છે. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમતી ભૂમિની સારવારચાલી રહી  હતી. જોકે, અંતે કેન્સરની સામે અભિનેત્રી જીવનની જંગ હારી ગઈ હતી અને ભૂમિએ દમ તોડ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બનતા ગુજરાતી ફિલ્મ જગત શોકના માહોલમાં ફેરવાયું હતું.બની હતી.

તાજેતરમાંજ ગુજરાતી ફિલ્મ જગતાના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું.જ્યારે ગુજરાતી સિનેમાંમાં એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application