અંતરજાળમાં માસ્ક પહેરવાનું કહેનાર યુવાન ધોકાથી જીવલેણ હુમલો

  • March 26, 2020 09:13 AM 536 views

ગાંધીધામ તાલુકાના અંતરજાળ માં રવેચીનગર દશામા ના મંદિર ની બાજુમાં ઓરડીમાં માસ્ક પહેરવા નું કહેનાર યુવાનને માથાના ભાગે ધોકાથી હુમલો કરીને જીવલેણ ઈજાઓ પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંતરજાળ માં રવેચી નગર દશામાની મંદિરની બાજુમાં ગગુભાઈ આહીરની ઓરડીમાં રહેતા દિલીપ મકાલુ યાદવ ના ઘરે આરોપી સેરસિંગ યાદવ આવ્યો હતો જેથી દિલીપ યાદવ એ તેને માસ્ક પહેરીને આવવાનું કહ્યું હતું જેનું તેને લાગી આવતા તત્કાલીન આરોપી ત્યાંથી નીકળી તેની ઉપર જઈ આરોપી શેર સિંહ યાદવ એ ધોકો લઇ આવીને દિલીપ યાદવ ઉપર માથાના ભાગે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી તાકીદે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે ભોગ બનનારની ઓરડીમાં રહેતા અજયસિંહ  રમાંશંકર રાજપુત એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી શેર સિંહ યાદવ સામે જાનથી મારી નાખવાની કોશિશ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે