ઈટાલી–સ્પેનમાં ૨૪ કલાકમાં ૧૪૦૦ના મોત

  • March 26, 2020 11:58 AM 533 views

દુનિયાભરમાં ૨૧,૨૦૦ મૃત્યુ, ૩ અબજ લોકો લોક ડાઉન હેઠળ: સ્પેનમાં કોરોનાથી મૃત્યુઆકં વધીને ૩૪૩૪ને પાર પહોંચ્યો: ૫૪૦૦થી વધારે ચિકિત્સા કર્મીઓ પણ કોરોનાનો શિકાર થયા

દુનિયાભરમાં કોરોનાવાયરસના અતિ ભયાનક સ્વપ માં બધા જ દેશો જકડાયેલા છે અને મોતની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે અને અત્યાર સુધીમાં દુનિયાભરમાં ૨૧ હજારથી વધુના મોત થઇ ચુકયા છે. ઈટાલી અને સ્પેનની હાલત સૌથી ખરાબ બનેલી છે અને ત્યાં એક દિવસમાં ૬૮૩ દર્દીના મૃત્યુ થઈ ગયા છે. દુનિયાના ૧૯૫ જેટલા દેશોમાં સાડા ચાર લાખ લોકો સંક્રમિત છે અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. ઈટાલી અને સ્પેનમાં ૨૪ કલાકમાં ૧૪૦૦ના મોત થયા છે.


હોંગકોંગમાં ૨૪ નવા કેસ બહાર આવ્યા છે અને ત્યાં ૪૧૦ કેસ ટોટલ થઈ ગયા છે. ઇજિ અને તેની રાજધાની કાહિરા માં શટ ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અહીં અંદાજે બે કરોડ લોકો રહે છે. ન્યુઝીલેન્ડમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યા છે અને ગઈકાલે એક દિવસમાં ૭૫ થી વધુ કેસ મળી આવ્યા છે અને બધા ની સારવાર ચાલી રહી છે.


દુનિયાભરમાં ત્રણ અબજથી વધુ લોકો લોક ડાઉન હેઠળ આવી ગયા છે. ઇટાલીના છ કરોડ લોકો પોતાના ઘરમાં નજરકેદ છે અને ન્યુઝીલેન્ડમાં પણ કટોકટી લાદી દેવામાં આવી છે માટે લોકો ઘરમાં પુરાઈ ગયા છે. બ્રિટન અને જર્મનીના હાલત પણ ખરાબ છે અને ત્યાં પણ મૃત્યુની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. બ્રિટનમાં તો દવાખાના ટૂંકા પડી રહ્યા છે અને દર્દીઓને દાખલ કરવા માટે હવે જગ્યા જ રહી નથી. દુનિયાના બધા જ ૧૯૫ હવે કોરોનાવાયરસ ની ઝપટમાં આવી ગયેલા છે અને વિશ્વભરમાં અર્થતંત્રોને ભારે જંગી ફટકો પડી રહ્યો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.


કોરોના વાયરસને લઇને સ્પેનમાંથી ચિંતાજનક ખબર સામે આવી છે. અહીં એક જ રાતમાં કોરોનાગ્રસ્ત ૭૦૦થી વધારે દર્દીઓએ દમ તોડો છે. સ્પેનમાં કોરોના વાયરસથી મૃત્યુઆકં વધીને ૩૪૩૪ને પાર થઇ ગયો છે.


કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૪૭,૬૧૦ને પાર થઇ ચૂકી છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. સ્પેનની રાજધાનીમાં અત્યાર સુધી ૧૫૩૫ લોકો માર્યા ગયા છે. યારે ૫૪૦૦થી વધારે સ્વાસ્થ કર્મચારીઓ પણ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસના ઝપેટામાં આવી ગયા છે.


સ્પેનમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સેના પણ કાર્યરત છે, પરંતુ કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ ચીનમાં વિદેશોથી આવેલા લોકોમાં કોરોનાગ્રસ્ત ૪૭ નવા કેસો સામે આવ્યા છે. જોકે ચીનના વુહાનમાં સ્થિતિ કાબૂમાં આવતા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. અહી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી, ચીનની સરકાર કોરોના વાયરસ અને મહામારી પર કાબૂ મેળવી ચૂકી હોવાનો દાવો કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application