જી.જી. હોસ્પિટલ ખાતે 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવી

  • January 31, 2023 12:55 AM 

જી.જી. હોસ્પિટલ ખાતે 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવી

૮૫ નવજાત દીકરીઓના વાલીને 'દીકરી વધામણાં કીટ' અર્પણ કરવામાં આવી 

જામનગર તા. ૩૦ જાન્યુઆરી, મહિલા અને  બાળ કલ્યાણ અધિકારીની કચેરી, જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર થાય. દર વર્ષે સમગ્ર દેશમાં તા. ૨૪ જાન્યુઆરીના રોજ 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. 



ગત તા. ૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના ૮૫ જેટલા નવજાત દીકરીઓના વાલીને 'દીકરી વધામણાં કીટ' અર્પણ કરવામાં આવી હતી. નવજાત જન્મેલ બાળકીઓની માતાઓને સ્તનપાન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ ધાત્રી માતાઓને વ્હાલી દીકરી યોજના વિષે માહિતી અપાઈ હતી. આ દીકરી વધામણાં કીટમાં નાના શિશુ માટેના કપડાં, જોહન્સન કંપનીની બેબી કેર કીટ, રમકડાં, મચ્છરદાની તેમજ બાળકને ઓઢાડવા માટેની ગોદડી- આમ બાળ સંભાળ માટેની જરૂરી વસ્તુઓ વાલીને અર્પણ કરવામાં આવે છે. 


કાર્ય્રક્રમના અંતે રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણ અંગેની વિવિધ યોજનાઓ અંગેની માહિતી દર્શાવતા પેમ્ફલેટનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી સોનલબેન વર્ણાગર, શ્રી હંસાબેન ટાઢાણી, શ્રી રુકસાદબેન ગજણ, જી.જી. હોસ્પિટલ સ્ત્રી રોગ વિભાગના વડા શ્રી ડો. નંદિની આનંદ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ જી.જી. હોસ્પિટલના અન્ય કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application