40 દિવસ પછી 2 લાખથી ઓછા કોરોનાના દૈનિક કેસ નોંધાયા: મૃત્યુઆંકમાં પણ ઘટાડો

  • May 25, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

24 કલાકમાં 2.95 લાખ નવા દર્દી અને 3496નાં મોત: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડોભારતમાં કોરોનાની બીજી લહેર ઘટતી દેખાઈ રહી છે. આ વખતે કોરોનાના દૈનિક કેસની સંખ્યા 2 લાખ કરતા નીચે નોંધાઈ છે. 14 એપ્રિલ બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોરોનાના દૈનિક કેસનો આંકડો 2 લાખ કરતા નીચો રહ્યો છે. બીજી રાહતની વાત એ છે કે મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

 


દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાથી થયેલા મૃત્યુ સાડા ત્રણ હજારની નીચે આવીને 3,496 નોંધાયા છે. જ્યારે 3,26,671 દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી રાહત મળી રહી હોવાના સંકેત મળ્યા છે. જેમાં 24 કલાકમાં ભારતમાં 2,95,685 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 14 એપ્રિલના રોજ એટલે કે લગભગ 40 દિવસ પહેલા કોરોનાના કેસ 2 લાખથી ઓછા નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 1,99,584 નવા કેસ નોંધાયા હતા. આમ 21 દિવસ પછી કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 3500થી ઓછી નોંધાઈ છે. આ પહેલા 3 મેના રોજ દેશમાં 3,439 લોકોના એક દિવસમાં કોરોનાના લીધે મોત થયા હતા.

 


ભારતમાં કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 22 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. 3 મેએ દેશમાં 17.13% એક્ટિવ કેસ હતા, જે ઘટીને 10% કરતા ઓછા થઈ ગયા છે. પાછલા 2 અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યામાં લગભગ 10 લાખનો ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 26 લાખની નીચે આવી ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS