આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે બાદશાહના ગીત પર રિહર્સલ કર્યું, દીકરીઓએ  ઉડાવી તેની હાંસી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોતાની ધૂંઆધાર બેટિંગથી સ્ટેડિયમમાં બેસેલા હજારો દર્શકોનું મનોરંજન કરનારા ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ પોતાના પરિવાર સાથે અદભુત પ્રકારના tiktok વિડીયો મુકતા નજરે પડે છે.

 

એવામાં બોર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં બોલિવૂડ અને ઢોલિવૂડના ગીતો તેમજ ડાયલોગ્સનો ઉપયોગ કર્યો છે.

 

ડેવિડે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દીકરીઓ સાથે નો વિડીયો શેર કરી અને કેપ્શન માં લખ્યું છે કે ગીત ગાવાની કોશિશ આવી રહી છે.... આગળ શું થશે ?  આ વીડિયોમાં તે ભારતીય રેપર બાદશાહ અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ના ગીત દેખાતા ફુલનું રિહર્સલ કરતા નજરે પડી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે દેવ વોર્નર ની પ્રસિદ્ધ tiktok પર ખબર ધૂમ મચાવી રહી છે જોકે લોકડાઉનના સમયમાં વોર્નર પોતાના ઘરે રહીને આ વિડીયો બનાવ્યા હતા, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયા હતા આ સિવાય વોર્નરે પોતાના જૂના ડાન્સ tiktok વિડિયોઝ પણ મેશઅપ કરી અને તૈયાર કર્યા હતા, આ વીડિયોમાં તેના જુના tiktok વિડીયો પણ જોડ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS