સેનાના અધિકારીની દીકરી હોવાના નાતે આવી ઘટનાથી વ્યથિત થઈ જાઉં છું : અનુષ્કા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સીમા પર ચીન સાથે થયેલી હિંસામાં દેશના 20 સૈનિક જવાનો શહીદ થઈ ગયા હતા, લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે ભારતની લડાઈ થઈ હતી સૂત્રોએ દાવો કર્યો છે કે આ પણ 43 સૈનિકો ઘવાયા છે. 

 

દેશના જવાનોની શહીદીને લઈને દેશમાં આક્રોશનું વાતાવરણ છે લોકો ઘણા વ્યથિત છે. અમિતાભ બચ્ચન, રિતિક રોશન, અક્ષય કુમાર જેવા ફિલ્મી સિતારાઓએ પણ શહિદ જવાનોની કુરબાનીને યાદ કરી છે. જ્યારે અનુષ્કા શર્માએ પણ આ બાબતમાં ટ્વિટ કર્યું છે.

 

અનુષ્કાએ ટ્વીટમાં લખ્યું છે કે સેનાના જવાનની દીકરી હોવાના કારણે કોઈપણ સૈનિક જ્યારે શહીદ થાય છે ત્યારે વ્યક્તિગત રીતે વ્યથિત થઈ જવાય છે. આવી ઘટનાઓથી પારાવાર ગ્લાનિ થાય છે. આ જવાનો અને તેના પરિવારજનોના બલિદાન હંમેશા એક ખાલીપો છોડી જાય છે.


હું જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશ અને દેશના  આ શહીદ બહાદુર જવાનોના પરિવારજનોને પણ ઈશ્વર હિંમત આપે તેવી પ્રાર્થના પણ  કરીશ.

 

કોરોનાવાયરસને કારણે લોકડાઉન 1 દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈના પોતાના ઘરમાં જ રહેછે. અનુષ્કા સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાની પ્રવૃત્તિ અને જૂના ફોટો શેર કરતી રહે છે.

 

જેની વચ્ચે તેના પ્રોડક્શનની વેબ સીરીઝ  પાતાલલોકની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ વેબસીરીઝને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ પ્રાપ્ત થયો છે, અનુષ્કાએ પ્રોડ્યુસ કરેલી આ વેબ સીરીઝને દર્શકોનો પ્રતિસાદ મળ્યા બાદ તે ઘણી ખુશ નજરે પડી હતી, તેણે સિરીઝના કલાકારો અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિના વખાણ પણ કર્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS