તારીખ પે તારીખ ! મહાપાલિકાની ટેબલ અને પોકેટ ડાયરી હવે એપ્રિલના બદલે મે મહિનામાં પ્રસિધ્ધ થશે

  • February 27, 2021 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેબલ ડાયરી અને પોકેટ ડાયરી સામાન્ય રીતે કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી મહિનામાં પ્રસિધ્ધ થતી હતી પરંતુ ધીમે ધીમે માહિતી અને સંકલનના અભાવે વિલંબિત થવા લાગતા નાણાકીય વર્ષ અનુસાર પ્રસિધ્ધ કરવાનું શ કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે તો હવે નાણાકીય વર્ષ અનુસાર પણ પહોંચી શકાય તેમ ન હોય હવે ગુજરાત સ્થાપ્ના દિવસે તા.1લી મે ના રોજ ટેબલ ડાયરી અને પોકેટ ડાયરી પ્રસિધ્ધ કરવા જીએડી અને પીઆરઓ બ્રાન્ચમાં તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના નામ, સરનામા, ફોટો વિગેરે વિગતો હજુ એકત્રીત કરવાની હોય અને તેમાં સમય લાગી જાય તેમ હોય આ વખતે તા.1લી એપ્રિલના બદલે તા.1મેના રોજ નવી ટેબલ ડાયરી પ્રસિધ્ધ કરવાનું આયોજન કરાયું છે. જો કે, પોકેટ ડાયરી શકય તેટલી વહેલી આપી દેવા તૈયારી ચાલી રહી છે. જીએડી અને પીઆરઓ બ્રાન્ચ દ્વારા તમામ શાખાઓમાંથી અધિકારીઓ, ઈજનેરો અને કર્મચારીઓના નામ, પોસ્ટિંગ અને મોબાઈલ નંબર સહિતની વિગતોનું એકત્રીકરણ શ કરાયું છે. રાજકીય આગેવાનો, કાર્યકતર્ઓિ તેમજ સામાન્ય શહેરીજનોમાં મહાપાલિકાની ડાયરીની ભારે ડિમાન્ડ રહેતી હોય છે.

 


આ વર્ષે રાજકોટ મહાપાલિકાની ટેબલ ડાયરીમાં માત્ર બજેટની જોગવાઈઓ લખીને પેઈજ ભરવાના બદલે સામાન્ય શહેરીજનો માટે વધુ માહિતીપ્રદ બને તેવી બનાવવા માટે કવાયત ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિલ્લા પંચાયત જેવી માહિતીપ્રદ ડાયરી બનાવવા સ્ટાફ પ્રયત્નશીલ છે. મહાપાલિકાના સંકૂલોની પુરતી વિગતો ડાયરીમાં ઉપલબ્ધ હોતી નથી તે મ્હેણું ભાંગવા માટે આ વખતે મહાપાલિકાના તમામ સંકૂલોના નામ, સરનામા અને ટેલિફોન નંબરોનો ડાયરીમાં સમાવેશ કરવા પ્રયાસ કરાયો છે અને સૌને આશા છે કે તે પ્રયાસ સફળ રહેશે.

 


મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટની મહાપાલિકાની ડાયરી અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર સહિતના મહાનગરોની મહાપાલિકા પણ અભ્યાસાર્થે મગાવતી હોય છે જેથી મુખ્યમંત્રીના હોમ ટાઉનની મહાપાલિકાની ડાયરી ઉદાહરણિય અને અનુકરણિય બને તે પણ જરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS